શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ અહીં રોહિંગ્યા વસેલા હોવાની પૃષ્ટી કરી છે. સમાચાર એજન્સી ANIનાં અનુસાર સત્યપાલ મલિકે કહ્યું કે, રોહિંગ્યાની ઓળખ માટે બાયોમેટ્રિક્સની મદદ લેવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, બે મહિનાની અંદર જમ્મુ કાશ્મીરમાં આવીને વસેલા રોહિંગ્યાની ઓળખ કરી લેવામાં આવશે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, કિશ્તવાડમાં ભાજપ નેતાની હત્યા કરનારા આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવશે. તેમની ઓળખ માટે બાયોમેટ્રીકનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, કિશ્તવાડમાં ભાજપના નેતાની હત્યા કરનાર આતંકવાદીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં શાંતિપુર્ણ રીતે પંચાયતી ચૂંટણીઓ યોજાઇ રહી છે. જેના કારણે આતંકવાદીઓ પરેશાન છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગુપ્તચર એજન્સી આઇબીનાં એક રિપોર્ટ અનુસાર જમ્મુ કાશ્મીરના કારગિલમાં રોહિંગ્યા હોવાની માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર આશરે 53 રોહિંગ્યા હોવાની માહિતી મળી છે. જે કારગીલમાં વસી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે LoC પર રહેલ કારગીલ સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ સંવેદનશીલ છે. ભારતીય સેના પાકિસ્તાન તરફથી થનાર હૂમલાની જવાબી કાર્યવાહી માટે હંમેશા તૈયાર રહે છે. એવામાં જ્યારથી આવા વિસ્તારોમાં રોહિંગ્યા હોવાના સમાચાર મળ્યા છે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. 

ગૃહમંત્રાલયના એક અધિકારીના અનુસાર, કારગિલમાં કુલ 53 રોહિંગ્યા છુપાયા હોવાની માહિતી છે. જે પૈકી કેટલાક તો રસ્તાના નિર્માણમાં મજુર તરીકે કામ કરે છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ સતત તેમની મુવમેન્ટ પર નજર રાખી રહી છે. થોડા દિવસો અગાઉ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં પણ મોટી સંખ્યામાં રોહિંગ્યાને વસાવવા માટેના કાવત્રા રચાઇ રહ્યા હતા. ZEE Newsમાં સમાચાર દેખાડાયા હતા કે 29 રોહિંગ્યાને વસાવવામાં વ્યા છે. પરંતુ હવે તે સંખ્યા 100ને પાર થઇ ચુકી છે. એવા કેટલાક ગ્રુપની ઓળખ પણ કરવામાં આવી છે જેઓ બાંગ્લાદેશમાં વસેલા રોહિંગ્યાઓને પશ્ચિમ બંગાળમા ઘુસાડવાનાં પ્રયાસો કરી રહ્યા છે. કેટલાક ઇસ્લામીક સંગઠનો પણ તેમાં મદદ કરી રહ્યા છે. તેના માટે મુસ્લિમો પાસેથી ફંડ એકત્ર કરાઇ રહ્યા છે અને તેમના માટે કાચા અને પાકા મકાનો પણ બનાવાઇ રહ્યા છે.