નવી દિલ્હી: તબલીગી જમાતનું હવે રોહિગ્યા કનેક્શન સામે આવી રહ્યું છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં ઘણા રોહિગ્યા સામેલ થયા હતા જે હવે ગુમ છે. ગૃહમંત્રાલયે પત્ર લખી રાજ્યોને સતર્ક કર્યા છે કે તેઓ તેની તપાસ કરે અને ઓળખ થવા પર તેમનું સ્ક્રીનિંગ કરે. તબલીગી જમાતના કાર્યક્રમમાં રોહિગ્યા મુસ્લિમો સામેલ થવાનો આરોપ છે. હૈદરાબાદ, તેલંગાણા અને મેવાતના લોકોએ નિઝામુદ્દીન મરકઝના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઘણા રોહિગ્યા મુસ્લિમો કોરોના સંક્રમિત હોવાની આશકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે તબલીગી જમાત મામલે આરોપી મૌલાના સાદે પોલીસ પાસેથી FIRની કોપી માગી છે. મૌલાના સાદે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી તેના ઉપર લગાવવામાં આવેલા ચાર્જની FIR કોપી માગી છે. મૌલાના સાદે પોતાની પર બિન-હેતુપૂર્વક હત્યાનો કેસ દાખલ હોવાની FIR કોપી માગી છે. એવું કહેવામાં આવે છે કે તેમણે 91 સીઆરપીસી હેઠળ માંગેલી માહિતી આપી છે, તે તપાસમાં સહયોગ આપી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube