નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારી હત્યાકાંડનો દિલ્હી પોલીસે ઉકેલ લાવી દીધો છે. બુધવારે દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વા તિવારીની ધરપકડ કરી છે. પોલીસ રિપોર્ટ અનુસાર રોહિત શેખર તિવારીની પત્ની અપૂર્વા તિવારીએ તેની હત્યા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: PM મોદીની સાથે અક્ષય કુમારની વાતચીત, પૂછ્યું- સેનામાં જવા ઇચ્છતા હતા


સતત નિવેદન બદલી રહી હતી અપૂર્વા તિવારી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિતની પત્ની અપૂર્વા સતત આ મામલે નિવેદનો બદલી રહી હતી. જેના કારણે તેની તરફ શંકા ઉદ્ભભી હતી. ઘટનાની રાતને લઇને અપૂર્વાએ અત્યાર સુધીમાં ત્રણ વખત અલગ અલગ નિવેદન આપ્યા છે. જેના કારણે પોલીસની શંકા મજબૂત થઇ હતી. પોલીસે ઘટના બાદ રોહિતની પત્ની સહિત ઘરના 6 લોકોની પૂછપરછ કરી હતી.


વધુમાં વાંચો: રાહુલને ચૂંટણી ના લડવા દેવાય, ભાજપ-શિવસેના લડતા તો દેશના દુશ્મન બનતા: ઉદ્ધવ


લોકસભા ચૂંટણી 2019: જાણો દિલ્હીના ઉમેદવારોમાં કોણ છે સૌથી વધારે અમીર


રોહિતની માતાએ લગાવ્યો અપૂર્વા પર ગંભીર આરોપ
ત્યારે આ મામલે રોહિતની માતા ઉજ્જવલાએ અપૂર્વા પર ગંભીર આરોપ લગાવ્યો છે. રોહિતની માતાનું કહેવું છે કે અપૂર્વા અને તેના પરિવારની નજર અમારી પ્રોપર્ટી પર હતી. આ પહેલા રોહિતની મોતના એક દિવસ બાદ તેમની માતાએ કહ્યું હતું કે તે હતાશ હતો.


વધુમાં વાંચો: BJPએ વધારે એક 'સેલિબ્રિટી'યાદી જાહેર, સની દેઓલ,કિરણ ખેર સહિતનાનો સમાવેશ


16 એપ્રિલે શંકાસ્પદ પરિસ્થિતિમાં થઇ હતી મોત
રોહિત 16 એપ્રિલે શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત હાલતમાં મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે રોહિણીની ફોરેન્સિક લેબની વિશેષજ્ઞ પણ રવિવારના ડિફેન્સ કોલોનીમાં સ્થિત રોહિત તિવારીના ઘરે ગયા અને ઘટનાક્રમનું પુનરાવર્તન કર્યું હતું. તેમનું માનવું હતું કે ગળુ દબાવતા સમયે રોહિત દ્વારા પ્રતિરોધ કરવાના કોઇ પૂરવા નથી. દિલ્હી પોલીસે પોર્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રોહિત તિવારીની હત્યાનો મામલો નોંધ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, તિવારીની હત્યા ગળુ દબાવાથી શ્વાસ રોકાઇ જવાના કારણે થઇ છે.


દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...