લોકસભા ચૂંટણી 2019: જાણો દિલ્હીના ઉમેદવારોમાં કોણ છે સૌથી વધારે અમીર
લોકસભા ચૂંટણીમાં દિલ્હીની દરેક ઉમેદવારોમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી અમીર ઉમેદવાર છે અને તેમની કુલ સંપત્તિ 147 કરોડ રૂપિયાની છે. ક્રિકેટથી રાજનીતિમાં આવેલા ગંભીર પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે અને પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતરશે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં દિલ્હીની દરેક ઉમેદવારોમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી અમીર ઉમેદવાર છે અને તેમની કુલ સંપત્તિ 147 કરોડ રૂપિયાની છે. ક્રિકેટથી રાજનીતિમાં આવેલા ગંભીર પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે અને પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતરશે.
તેમણે 2017-18 માટે દાખલ આઇટી રિટર્નમાં લગભગ 12.40 કરોડ રૂપિયાની આવક દેખાડી છે. તેમની પત્ની નતાશા ગંભીરે આ અવધિમાં દાખલ આઇટી રિટર્નમાં 6.15 લાખ રૂપિયાની આવક દર્શાવી છે. તેમણે 147 કરોડ રૂપિયાની સ્થળાંતરક્ષમ અને સ્થાવર મિલકત હોવાની જાહેરાત સોગંદનામામાં કરી છે. ગંભીર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર તેમણે બારાખંભા રોડ સ્થિત મોર્ડન સ્કૂલથી અભ્યાસ કર્યો છે અને દિલ્હી વિશ્વવિદ્યાલયની હિંદૂ કોલેજથી સ્નાતક કર્યું છે.
મનોજ તિવારી અને રમેશ બિધૂડી પાસે કેટલી છે સંપત્તિ
દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ સોગંદનામા અનુસાર તેમની કુલ સ્થળાંતરક્ષમ અને સ્થાવર મિલકત 24 કરોડ રૂપિયા છે જેમાં 2014ની સરખામણીએ 4.33 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2017-18ના આઇટી રીટર્ન અનુસાર તેમની આવક 48.03 લાખ રૂપિયા છે.
દક્ષિણ દિલ્હીથી ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ તેમના સોગંદનામામાં 18 કરોડ રૂપિયાની સ્થળાંતરક્ષમ અને સ્થાવર મિલકત દર્શાવી છે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં 3.5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. બિધૂડી અને તેમની પત્નીએ 2017-18માં ક્રમશ: 16.72 લાખ અને 3.09 લાખ રૂપિયાની આવક દર્શાવી છે.
કેટલા અમીર છે કોંગ્રેસના ઉમેદવાર?
બિધૂડીની સરખામણીએ કોંગ્રેસના ઉમેદવાર વિજેન્દ્ર સિંહએ 3.57 કરોડ રૂપિયાની સ્થંળાતરક્ષમ અને 5.05 કરોડ રૂપિયાની સ્થાવર મિકલત દર્શાવી છે. પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પૂર્વ દિલ્હીમાં કોંગ્રેસ ઉમેદવાર શીલા દીક્ષિતે મંગળવારે ચૂંટણી સોગંદનામામાં 4.92 કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી છે. 81 વર્ષની શીલા દીક્ષિતનું નિઝામુદ્દીન વિસ્તારમાં એક મકાન છે. જેની બજાર કિંમત 1.88 કરોડ રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે