Rojgar Mela: 71,000 યુવાઓને મળી સરકારી નોકરી, જાણો કયા કયા વિભાગમાં થઈ ભરતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત ભરતી માટે લગભગ 71000 જેટલા નિયુક્તિ પત્રો સોંપ્યા. તેમણે સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા લોકો સાથે વાતચીત પણ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત ભરતી માટે લગભગ 71000 જેટલા નિયુક્તિ પત્રો સોંપ્યા. તેમણે સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા લોકો સાથે વાતચીત પણ કરી.
પીએમ મોદીએ કહ્યું કે આજે જેમને નિયુક્તિ પત્રો મળ્યા છે તેમના માટે જીવનની આ નવી સફર છે. સરકારના મહત્વનો ભાગ હોવાના નાતે વિક્સિત ભારતમાં તમારી સક્રિય ભૂમિકા રહેશે અને વિશેષ જવાબદારી રહેશે. તેમણે કહ્યું કે વેપાર કારોબારની દુનિયામાં કહેવાય છે કે Consumer is always right એ જ રીતે શાસન વ્યવસ્થામાં આપણો મંત્ર હોવો જોઈએ Citizen is Always right. Self learning through technology એ આજની પેઢીને મળેલી તક છે જેને જવા દેશો નહીં. જીવનમાં સતત શીખતા રહેવાની ધગશ જ આપણને આગળ વધારે છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2023નો આ પહેલો રોજગાર મેળો છે. આ વર્ષની શરૂઆત ઉજ્જવળ ભવિષ્યની નવી આશાઓ સાથે થઈ છે. હું તમામ યુવાઓ અને તેમના પરિવારોને ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. આવનારા દિવસોમાં લાખો અન્ય પરિવારોને સરકારી નોકરીમાં નિયુક્તિ મળવાની છે.
18000થી વધુ સરકારી નોકરીઓ માટે પડી છે જગ્યાઓ! 7 પાસ પણ અરજી કરી શકશે
'વાંઝિયાપણું છૂટાછેડાનો આધાર ન બની શકે, પત્નીને છોડવી એ માનસિક ક્રુરતા'
'સફેદ સોનું' છે આ પાક, દંપત્તિ 2 જ વર્ષમાં 30 કરોડના માલિક, 600 લોકોને આપી રોજગારી
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોમાં પણ સતત રોજગાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. નિરંતર થઈ રહેલા આ રોજગાર મેળા હવે અમારી સરકારની ઓળખ બની ગયા છે. જે દર્શાવે છે કે કઈ રીતે અમારી સરકાર જે સંકલ્પ લે છે તેને સિદ્ધ કરીને દેખાડે છે. તેમણે એમ પણ કહ્યું કે બધાએ મહેસૂસ કર્યું હશે કે ભરતી પ્રક્રિયામાં વ્યાપક ફેરફાર થયો છે. કેન્દ્રીય સેવાઓની ભરતી પ્રક્રિયા પહેલા કરતા વધુ કારગર અને સમયબદ્ધ થઈ છે. આજે તમે ભરતી પ્રક્રિયામાં જે પારદર્શકતા અને ઝડપ જોઈ રહ્યા છો તે સરકારના દરેક કામમાં જોવા મળે છે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube