સંઘને મોબ લિંચિંગ સાથે કોઈ લેવા દેવા નથી, તે RSS વિરુદ્ધ ષડયંત્ર છે: મોહન ભાગવત
દશેરાના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના સ્થાપના દિવસે નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે ભીડ દ્વારા થતી હિંસા એટલે કે મોબ લિંચિંગને સંઘ સાથે જોડવામાં આવે છે.
નવી દિલ્હી: દશેરાના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના સ્થાપના દિવસે નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે ભીડ દ્વારા થતી હિંસા એટલે કે મોબ લિંચિંગને સંઘ સાથે જોડવામાં આવે છે. તેને અનેકવાર સાંપ્રદાયિક રંગ આપવામાં આવે છે. ભીડ દ્વારા થતી હિંસા સાથે સંઘનું નામ સાંકળવું એ સંઘ વિરુદ્ધ ષડયંત્ર છે. વાસ્તવમાં આવી હિંસાને સંઘ રોકવાની કોશિશ કરે છે. મોબ લિંચિંગ જેવી ઘટનાઓને સંઘ સાથે કોઈ લેવા દેવા નથી. લિંચિંગ જેવો શબ્દ ક્યારેય ભારતની સંસ્કૃતિનો ભાગ રહ્યો નથી. મોબ લિંચિંગના નામ પર ભારતને બદનામ કરવામાં આવી રહ્યું છે. મોબ લિંચિંગના નામ પર ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે. સંઘના કાર્યકરો હંમેશા ભીડની હિંસાને રોકવાનું કામ કરે છે.
RSS વિજયાદશમી ઉત્સવ: સંઘ પ્રમુખે કહ્યું-'370 મુદ્દે વડાપ્રધાન અને ગૃહ મંત્રીનું કાર્ય પ્રશંસનીય'
મોહન ભાગવતે કહ્યું કે આજકાલ સમાજના એક જૂથ દ્વારા સમાજના બીજા જૂથની વ્યક્તિ પર સામૂહિક હિંસાની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનાઓ એકતરફી હોતી નથી. કેટલાક લોકો જાણી જોઈને કરે છે. કેટલીક ઘટનાઓને કારણ વગર મોટું સ્વરૂપ આપી દેવાય છે. કાયદો વ્યવસ્થા વિરુદ્ધ થનારી આ ઘટનાઓ પરસ્પરના સંબંધોને નષ્ટ કરે છે. આવી પ્રવૃત્તિ આપણા દેશની પરંપરા નથી, ભલે મતભેદ થાય પરંતુ કાયદો વ્યવસ્થા જળવાવવી જોઈએ. આ માટે કડક કાયદા હોવા જોઈએ.
જુઓ VIDEO