RSS વિજયાદશમી ઉત્સવ: સંઘ પ્રમુખે કહ્યું-'370 મુદ્દે વડાપ્રધાન અને ગૃહ મંત્રીનું કાર્ય પ્રશંસનીય'

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના મુખ્યાલય નાગપુરમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સવારે 7.40 વાગે શસ્ત્ર પૂજા કરી. આ અગાઉ કાર્યક્રમનો આરંભ પથસંચાલનથી થયો.

RSS વિજયાદશમી ઉત્સવ: સંઘ પ્રમુખે કહ્યું-'370 મુદ્દે વડાપ્રધાન અને ગૃહ મંત્રીનું કાર્ય પ્રશંસનીય'

નાગપુર: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના મુખ્યાલય નાગપુરમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સવારે 7.40 વાગે શસ્ત્ર પૂજા કરી. આ અગાઉ કાર્યક્રમનો આરંભ પથસંચાલનથી થયો. સંઘના વિજયાદશમી ઉત્સવમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી વી કે સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામેલ થયા હતાં. આ વર્ષના કાર્યક્રમમાં શિવ નાડર, અધ્યક્ષ અને સંસ્થાપક HCL એ મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો. 

— ANI (@ANI) October 8, 2019

સરસંઘચાલક મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે આ વર્ષ અનેક કારણોસર યાદ રાખવામાં આવશે. આ વર્ષે જનતાએ એકવાર ફરીથી દેશની સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અનેક કઠોર નિર્ણયોને જનતાની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મજબુત નિર્ણયોના કારણે વર્ષ 2014થી પણ આ વખતે 2019માં મોટો જનાદેશ મળ્યો. 

મોહન ભાગવતે કહ્યું કે સાહસી અને કઠોર નિર્ણય લેવાની ક્ષમતા આ સરકારમાં છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માનમલે વડાપ્રધાન અને ગૃહ મંત્રીનું કાર્ય પ્રશંસનીય છે. આ દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે બંધારણ ચાલશે નહીં. મિશન ચંદ્રયાને પણ સારી સફળતા મેળવી. 

જુઓ LIVE TV

દેશની સુરક્ષા સારી થઈ
સંઘ પ્રમુખે કહ્યું કે સેનાનું મનોબળ ઉત્તમ છે. સુરક્ષા તૈયારીઓ સારી છે. તેનું ઉદાહરણ મળી ચૂક્યું છે. દેશમાં આતંકી ઘટનાઓમાં ઘટાડો થયો છે. 

દેશ તોડનારા નિશાન પર
મોહન ભાગવતે કહ્યું કે દુનિયા અને દેશમાં એવા પણ લોકો છે જેમને ભારતનું માન સન્માન જોઈતું નથી. ભારતનું નામ દુનિયામાં ઊંચુ થાય તે જોઈતું નથી, આ માટે આવા લોકોના કારનામા ભારતમાં ચાલી રહ્યાં છે. દેશહિતની ભાવના તે લોકોમાં હોતી નથી. આવી શક્તિઓ સમાજમાં અંતર વધારે છે. વિવિધતાઓ ભડકાવે છે. સમાજમાં અંતર વધારે છે. ભાત ભાતના અસંતોષ લોકોના મનમાં ભડકાવે છે. આવા લોકોનો પ્રતિકાર આપણે કરવો પડશે. કેટલીક તાકાતો દેશમાં રહીને દેશ વિરોધનું કામ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news