મુંબઈ: ભાજપ સરકાર પર નિશાન સાધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ રવિવારે સવાલ ઉઠાવ્યો કે જ્યારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બની શકે છે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કાયદો કેમ ન બનાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરએસએસના વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસબાલેએ અહીં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે એક અલગ પેનલની રચના કરી છે. જે અયોધ્યા ભૂમિ માલિકી હક મામલે સુનાવણી કરી રહી છે. પરંતુ આ પેન્ડિંગ મુદ્દા પર હજુ સુધી કોઈ ફેસલો લેવામાં આવ્યો નથી. 


એક અદભૂત 700 વર્ષ જૂનું મંદિર, જેનું દેશના સંસદ ભવન સાથે છે જબરદસ્ત કનેક્શન 


સંઘના સહ સરકાર્યવાહ હોસબાલેએ સવાલ કર્યો કે જો (ગુજરાતમાં) નર્મદા નદીના તટ પર સરદાર પટેલની મૂર્તિ બની શકે છે તો ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કોઈ કાયદો પસાર કેમ ન કરાવી શકાય. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને કેટલાક ધાર્મિક સંગઠનો દ્વારા સયુંક્ત રીતે આયોજિત એક સભાને સંબોધિત કરી, જેનું આયોજન રામ મંદિરના જલદી નિર્માણ માટે દબાણ સર્જવાના હેતુથી કરવામાં આવ્યું હતું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...