ફરીદાબાદ: હરિયાણા (Hariyana) ના ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢમાં વિદ્યાર્થીની નીકિતાની હત્યા કેસમાં આજે મહાંપંચાયત બેઠી હતી. જો કે ત્યારબાદ ભારે બબાલ થઈ. મહાપંચાયતમાં આવેલા લોકોએ આરોપીઓને ફાંસી આપવાની માગણી લઈને હોબાળો શરૂ કરી દીધો. આ દરમિયાન લોકોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વેરવિખેર કરી નાખી. 


અત્યંત આઘાતજનક....આ વેબ સિરીઝ જોઈને તૌસીફે રચ્યું હતું નીકિતાની હત્યાનું ષડયંત્ર, આરોપીની કબૂલાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે તૌસીફ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. નીકિતાના પરિવારનું કહેવું છે કે તૌસીફ બાહુબળનો ઉપયોગ કરીને ઘણા સમયથી તેમની પુત્રીને હેરાન કરતો હતો. તેણે પહેલા પણ અપહરણ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ પરિવારે ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ તૌસીફના પરિવારે માફી માંગી લેતા ફરિયાદ પાછી ખેંચી હતી. 


આ કેસમાં આજે સર્વસમાજ મહાપંચાયતનું આયોજન કરાયું હતું. બલ્લભગઢના દશેરા મેદાનમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં લવ જેહાદ વિરુદ્ધ આંદોલન પર ચર્ચા થવાની હતી. આ બધા વચ્ચે મહાપંચાયતમાં સામેલ કેટલાક યુવકો રસ્તા પણ આવી ગયા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક પથ્થરમારો થવાથી રસ્તા પર ભાગદોડ મચી અને પોલીસે લાઠીચાર્જ કરીને ઉપદ્રવી યુવકોને ત્યાંથી ભગાડી દીધા. હવે પોલીસ એ વાતની ભાળ મેળવવામાં લાગી છે કે આખરે પથ્થરમારો કરનારા કોણ હતા અને આ ઘટના પાછળ શું ઉદ્દેશ્ય હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube