નવી દિલ્હી/અલ્હાબા: અલ્હાબાદ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીસંધની ચૂંટણીના પરિણામ બાદ જોરદાર હોબાળો થયો હતો. હોસ્ટેલના રૂમ અને રોડ પર ઉભેલી ગાડીઓ પર આગ લગાવીને બોંબને મારો કરવામાં આવ્યો હતો. જેથી સીઓને પણ છરો વાગ્યો હતો. કથીત વિદ્યાર્થીઓએ હોલેન્ડ હોલના મોટા ભાગના રૂમોમાં આગચંપી કરી હતી. હંગામો કરી રહેલા વિદ્યાર્થીઓને વિદ્યર્થીસંધના નવ નિયુક્ત અધ્યક્ષ ઉદય અને પૂર્વ અધ્યક્ષ અવનીશ યાદવના રૂમમાં પણ આગ લાગાવી હતી. ઓછામાં ઓછા સાત રૂમોમાં આગચંપી બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ રોડ પર હોકી, અને લાકડીઓ લઇને રોડ પર ઉતરી ગયા હતા. અને ત્યાર બાદ જોરદાર બબાલ થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સમજાવાની કોશીશ કરવા પહોંચેલી પોલીસ પર પણ વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો. આનાથી સમગ્ર વિસ્તારમાં અજંપાભરી પરિસ્થિતિ ઉભી થઇ છે. વધારે સમય સુધી આ પથ્થર યુદ્ધ થયુ હતું. મામલાને ઠાળે પાડવા માટે સ્થાનિક પોલીસ દ્વારા શહેરની પોલીસ બોલાવામાં આવી હતી. આરએએફ અને પીએસીના જવાન પણ વિદ્યાર્થીઓનો ગુસ્સો જોઇને પાછા વળી ગયા હતા. એએસપી, સીટી એસપી, સીઓ સહિત સ્થાનિક પોલીસ સ્ટેશન ફોર્સ દ્વારા અનેક વિદ્યાર્થીઓ સમજાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.  


પુસ્તકો અને શૈક્ષણિક દસ્તાવેજો બળી જવાથી ગુસ્સો વધી ગયો હતો, તો રોડ પર ઉભેલા મોટા ભાગના વાહનો પર આગ લગાવામાં આવી હતી. વાહનોમાં આગ લાગવાની ઘટનાને કારણે ફાયરની ટીમે ભારે જહેમત દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યા સુધીમાં મોટા ભાગના વાહનો પણ બળીને ખાખ થઇ ગયા હતા.



આ ઘટનાને પગલે અધિકારીઓનું કહેવું છે, કે હોસ્ટેલમાં બોંબ ફેકનારા અને વાહનોમાં આગ લગાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, હજી સુધી સ્પષ્ટ નથી થયું કે આગચંપી કરવામાં કોને હાથ છે. પરંતુ એ વાત સ્પષ્ટ છે, કે આ હંગામો ચૂંટણી પરિણામોને કારણે થયો છે. જ્યારે હોબાળામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને જોવા માટે ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોચ્યાં હતા. SSP દ્વારા આદેશ કરી દેવામાં આવ્યા છે,કે  જે વિદ્યાર્થીઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો તે લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. 


વિદ્યાર્થીસંધની ચૂંટણીના મતદાનને ધ્યાને રાખીને 9એએસપી, 18સીઓ અને 39 એસઓ, 1 આરએએફની કંપની, 2 કંપની એક પ્લાટૂન પીએસી, ઘોડા પોલીસ, 8 મહિલા એસઆઇ, 69 મહિલા  કોન્સ્ટેબલ, સહિત 769 કોન્સ્ટેબલ સાથે ફાયર ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી.