હરેન્દ્ર નેગી/રુદ્રપ્રયાગ: ભગવાન કેદારનાથના કપાટ આજે 17મી મેના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે પૂરેપૂરી વિધિ વિધાનથી આગામી છ મહિના માટે ખોલી નાખવામાં આવ્યા છે. આજથી ભગવાન કેદારનાથની પૂજા-અર્ચના ધામમાં શરૂ થઈ જશે. પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષે મહાશિવરાત્રિના રોજ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં કેદારનાથ ધામના કપાટ ખોલવાનું શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે. હવે આવનારા છ મહિના સુધી અહીં ભગવાનની પૂજા સંપન્ન થશે. કેદારનાથ ભગવાનના કપાટ ખુલ્યા બાદ પહેલી પૂજા પ્રધાનમંત્રીના નામથી કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી પૂજા પ્રધાનમંત્રીના નામ પર
કોરોના સંક્રમણના કારણે કપાટ ખોલવાના અવસરે કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગ જિલ્લા પ્રશાસન તરફથી જિલ્લાધિકારી તીર્થી પુરોહિત હક્ક-હક્કુધારી તીર્થી પુરોહિત ને પંડા સમાજના લોકો ઉપસ્થિત હતા. હાલ મંદિરમાં ભક્તોના દર્શન પર સરકારે રોક લગાવી છે. મુખ્ય પૂજારી જ ફક્ત નિત પૂજાઓ સંપન્ન કરાવશે. આ બાજુ પ્રથમ પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર મંદિરમાં કરવામાં આવી. 


શનિવારના રોજ પોતાના ધામ પહોંચી ડોલી
કોરોના મહામારીના કારણે સતત બીજીવાર ડોલીને પ્રશાસનની નિગરાણીમાં વાહનથી પહોંચાડવામાં આવી. બાબા કેદારની ડોલી શનિવારે પોતાના ધામ પહોંચી ગઈ. કપાટ ખુલ્યા બાદ છ મહિના સુધી ધામમાં જ આરાધ્યની પૂજા અર્ચના કરાશે. શીતકાળના છ મહિના સુધી પંચગદ્દીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં વિશ્રામ કર્યા બાદ ગત 14 મેના રોજ કેદાર બાબાની ઉત્સવ ડોલી ધામ માટે રવાના થઈ હતી. 


Earthquake: ગુજરાતમાં વાવાઝોડાની દહેશત વચ્ચે વધુ એક સંકટ, સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી


મંદિરના કપાટ ખુલ્યા બાદ મુખ્ય પૂજારી બાગેશ લિંગે સ્વયંભૂ શિવલિંગને સમાધિથી જાગૃત કર્યું અને નિર્વાણ દર્શનો પછી શ્રૃંગાર તથા રુદ્રાભિષેક પૂજાઓ કરવામાં આવી. કોરોના મહામારીને જોતા ચારધામ જાત્રા અસ્થાયી રીતે સ્થગિત છે. ધામોમાં ફક્ત પૂજાપાઠ થઈ રહ્યા છે. મુસાફરોને આવવાની મંજૂરી નથી. કેદારનાથના કપાટ ખુલવાના સમયે પૂજાવિધિ સાથે સંકળાયેલા કેટલાક ગણતરીના લોકો જ હાજર રહ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube