Earthquake: ગુજરાતમાં વાવાઝોડાની દહેશત વચ્ચે વધુ એક સંકટ, સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી

હાલ ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં આ વાવાઝોડાથી મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે નવું સંકટ આવ્યું.

 Earthquake: ગુજરાતમાં વાવાઝોડાની દહેશત વચ્ચે વધુ એક સંકટ, સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી

કેતન બગડા, અમરેલી: હાલ ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં આ વાવાઝોડાથી મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે નવું સંકટ આવ્યું. રાજુલા જાફરાબાદ તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં મુજબ આ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપ 3.8ની તીવ્રતાનો હતો. ભૂકંપનો આ આંચકો વહેલી સવારના 3.33 વાગ્યાની આસપાસ અનુભવાયો હતો. 

મળેલી માહિતી મુજબ ગ્રામીણ વિસ્તારમાં આ આંચકાને વધુ લોકોએ અનુભવ્યો હતો. હજુ સુધી જોકે કોઈ નુકસાનના સમાચાર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news