દિવાળીની રાતથી પૈસા સંબંધિત આ નિયમોમાં મોટો ફેરફાર! LPG સિલિન્ડરથી લઈ ક્રેડિટ કાર્ડ...સરકારનો મોટો નિર્ણય
દિવાળીની સાથે જ ઓક્ટોબર મહિનો પણ પૂરો થઈ રહ્યો છે. નવા મહિનાની શરૂઆત થશે. કેલેન્ડરનું પેજ બદલાતા જ તમારા ખિસ્સા સંબંધિત નિયમો પણ બદલાશે. પછી ભલે એલપીજી સિલિન્ડર હોય કે ક્રેડિટ કાર્ડ...1 નવેમ્બરથી તમારી આસપાસના નિયમોમાં ફેરફાર આવશે
દિવાળીની સાથે જ ઓક્ટોબર મહિનો પણ પૂરો થઈ રહ્યો છે. નવા મહિનાની શરૂઆત થશે. કેલેન્ડરનું પેજ બદલાતા જ તમારા ખિસ્સા સંબંધિત નિયમો પણ બદલાશે. પછી ભલે એલપીજી સિલિન્ડર હોય કે ક્રેડિટ કાર્ડ...1 નવેમ્બરથી તમારી આસપાસના નિયમોમાં ફેરફાર આવશે. દર મહિનાની શરૂઆતમાં સરકારી અને બિન સરકારી કંપનીઓ પણ પોતાના નિયમોમાં ફેરફાર કરે છે. આ નિયમો વિશે સામાન્ય માણસને ખબર હોવી જરૂરી છે. કારણ કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે.
LPG સિલિન્ડરના ભાવ
ગેસ સિલિન્ડરના ભાવ નવા મહિનાની સાથે બદલાય છે. હકીકતમાં ઓઈલ કંપનીઓ દર મહિનાની શરૂઆતની સાથે જ ઓઈલના ભાવમાં ફેરફાર કરે છે. સામાન્ય રીતે સરકાર દર મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. એટલે કે 1 નવેમ્બરે પણ ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સનો નિયમ
જો તમે શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોવ તો 1 તારીખથી તેના નિયમોમાં ફેરફાર આવશે. આ નિયમોની અસર તમારી કમાણી પર જોવા મળશે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઈનસાઈડર ટ્રેડિંગ રોકવા માટે નવા નિયમ બનાવ્યા છે. આ નિયમ 1 નવેમ્બરથી લાગૂ થશે. બજાર નિયામકે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને ઈનસાઈડર ટ્રેડિંગ નિયમોમાં સામેલ કર્યા છે.
ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંકે ક્રેડિટ કાર્ડ દ્વારા એક સ્ટેટમેન્ટ સાઈકલમાં 50 હજારથી વધુ રૂપિયાના યુટિલિટી બિલ પેમેન્ટ પર 1 ટકો એકસ્ટ્રા ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈએ શૌર્ય/ડિફેન્સ ક્રેડિટ કાર્ડને બાદ કરતા તમામ અનસિક્યોર્ડ ક્રેડિટ કાર્ડના ફાઈનાન્સ ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે.
મોબાઈલ ફોન સંલગ્ન નિયમો
1 નવેમ્બરથી મોબાઈલ ફોન સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે. 1 નવેમ્બરથી મેસેજ ટ્રેસેબિલિટી નિયમ પણ લાગૂ થશે. સરકારે ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જેનો અર્થ એ છે કે હવે 1 તારીખથી કોલ્સની સાથે સાથે મેસેજની પણ તપાસ કરી શકાશે. ફેક કોલ્સ અને સ્પામને રોકવા માટે આ નિયમ લાગૂ કરાયો છે.