પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાઓ, પુત્ર-પુત્રીએ ટ્વિટ કરીને જાણો શું કહ્યું?
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્વાસ્થયમાં કોઈ સુધારો થયો નથી. તેઓ સતત ત્રીજા દિવસે પણ વેન્ટિલેટર પર છે અને તેમની સલામતી માટે પૂજા-અનુષ્ઠાન ચાલુ છે. ગુરુવારે સવારે અચાનક તેમના નિધનની અફવાઓ ઉડવા લાગી તો તેમના પુત્ર અભિજીત મુખરજી અને પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ અફવાઓનું ખંડન કર્યું. અભિજીત મુખરજીએ કહ્યું કે તેમના પિતા પ્રણવ મુખરજી હેમોડાયનામિક રીતે સ્થિર છે.
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્વાસ્થયમાં કોઈ સુધારો થયો નથી. તેઓ સતત ત્રીજા દિવસે પણ વેન્ટિલેટર પર છે અને તેમની સલામતી માટે પૂજા-અનુષ્ઠાન ચાલુ છે. ગુરુવારે સવારે અચાનક તેમના નિધનની અફવાઓ ઉડવા લાગી તો તેમના પુત્ર અભિજીત મુખરજી અને પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ અફવાઓનું ખંડન કર્યું. અભિજીત મુખરજીએ કહ્યું કે તેમના પિતા પ્રણવ મુખરજી હેમોડાયનામિક રીતે સ્થિર છે.
પુત્રએ ટ્વિટ કરી, ફેક ન્યૂઝ પર નારાજ
ગુરુવારે સવારે અચાનક જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનને લઈને સોશિયલ મીડિયામાં અફવાઓ ઉડી. ત્યારબાદ આર્મી હોસ્પિટલ સહિત તેમના પુત્ર અને પુત્રીએ સ્થિતિ સ્પષ્ટ કરવી પડી. સેનાના રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં હાલ પૂર્વ રાષ્ટ્રપતિ સારવાર હેઠળ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube