Ticket for Namaz: નમાજ માટે 25 રૂપિયાની ટિકિટ, મુસ્લિમોએ જવાનું જ બંધ કરી દીધું
દિલ્હીના ફિરોજશાહ કોટલામાં નમાજ પઢનારાઓને હવે 25 રૂપિયા આપવા પડશે ત્યારે તે અંદર જઇને નમાજ પઢી શકશે. આ પહેલાં કોટલામાં બનેલી મસ્જિદમાં નમાજ પઢવા માટે ટિકિટ લેવાની જરૂર ન હતી. પહેલાં ત્યાં ફક્ત ફરનારા લોકો માટે જ ટિકિટ લાગતી હતી.
Firoz Shah Kotla Namaz Ticket: દિલ્હીના ફિરોજશાહ કોટલામાં નમાજ પઢનારાઓને હવે 25 રૂપિયા આપવા પડશે ત્યારે તે અંદર જઇને નમાજ પઢી શકશે. આ પહેલાં કોટલામાં બનેલી મસ્જિદમાં નમાજ પઢવા માટે ટિકિટ લેવાની જરૂર ન હતી. પહેલાં ત્યાં ફક્ત ફરનારા લોકો માટે જ ટિકિટ લાગતી હતી. મુસ્લિમ ધર્મના લોકો દર શુક્રવારે જુમ્માની નમાજ પઢવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવે છે પરંતુ જ્યારથી નમાજ પઢનારાઓને પણ ટિકિટ લેવાનું ફરમાન આવ્યું છે, ત્યારથી નમાજ પઢનારાઓની સંખ્યામાં પણ ખૂબ ઘટાડો આવ્યો છે.
આટલા માટે લગાવવામાં આવી ટિકિટ
જોકે આ નિર્ણય આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયા (ASI) એ એટલા માટે લીધો છે, કારણ કે કોટલા એક ઐતિહાસિક ઇમારત છે અને તેની દેખરેખની જવાબદારી પણ તેની પાસે છે. આ પહેલાં ઘણી મોટી સંખ્યામાં લોકો આવતા અને ઘણીવાર ભીડના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
નમાજીઓને છૂટ કેમ?
આ ઉપરાંત આ નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યો છે કારણ કે લોકોનું કહેવું હતું કે જ્યારે સામાન્ય પર્યટક અહીં પૈસા આપીને આવે છે તો ફક્ત નમાજ પઢનારાઓને તેમાંથી છૂટ કેમ આપવામાં આવે. જો તે નમાજ પઢવા માંગે છે તો ટિકિટ લઇને આવે અને નમાજ પઢીને જાય.
નારાજ છે મુસ્લિમ સમુદાયના લોકો
જોકે કોટલામાં નમાજ પઢનારા મુસ્લિમ સમુદાયના લોકો આ નિર્ણયથી નારાજ છે. નમાજ પઢવા આવેલા મોહંમદ ઉમરે જણાવ્યું છે કે તે ગત વર્ષથી અહીં નમાજ પઢવા આવી રહ્યા છે અને અત્યારથી પહેલાં ટિકિટ લાગતી ન હતી. પરંતુ હવે ટિકિટ લાગતાં આ નવા નિર્ણયથી તેમને સમસ્યા થશે. આ સમસ્યા તે લોકોને પણ થશે જે ખૂબ ગરીબ છે.
ટિકિટ લઇને નમાજ પઢવા આવતા નથી લોકો
જોકે ASI એ કોઇને નમાજ પઢવા પર પ્રતિબંધ લગાવ્યો નથી અને લોકો ટિકિટ લઇને નમાજ પઢવા પણ આવી રહ્યા છે. પરંતુ 25 રૂપિયા ટિકિટ શરૂ કરી તે પહેલાંની સંખ્યામાં ખૂબ ઓછા લોકો પહોંચ્યા અને નિર્ણય ફક્ત એટલા માટે લેવામાં આવ્યો છે, જેથી કોઇપણ પ્રકરનો ભેદભાવ ન રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube