નવી દિલ્હીઃ ભારતને જલદી રશિયાથી એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મળવા જઈ રહી છે. રશિયાએ આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ભારત પહોંચાડવાનું શરૂ કરી દીધુ છે. આ એર ડિફેન્સ સિસ્ટમની ક્ષમતાનો અંદાજ તમે તેનાથી લગાવી શકો છે કે તે હજારો કિમી દૂરથી દુશ્મનની મિસાઇલને ક્ષણભરમાં હવામાં ધ્વસ્ત કરી શકે છે. હાલ આ મિસાઇલ સિસ્ટમના પાર્ટ ભારતમાં આવવાનું શરૂ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેડરલ સર્વિસ ફોર મિલિટ્રી ટેક્નિકલ કોઓપરેશન (FSMTC) ના ડાયરેક્ટર દિમિત્રી શુગેવે દુબઈ એર શોમાં કહ્યું કે, રશિયાએ ભારતને એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની આપૂર્તિ શરૂ કરી દીધી છે. FSMTC રશિયન સરકારની મુખ્ય સંરક્ષણ નિકાસ નિયંત્રણ સંસ્થા છે. તો ઈન્ડિયન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ કહ્યું કે, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના પાર્ટ ભારતમાં પહોંચવા લાગ્યા છે અને તેને પહેલા પશ્ચિમ સરહદની નજીક કોઈ એક સ્થાન પર તૈનાત કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે આ તે વિસ્તાર હશે જ્યાંથી પાકિસ્તાનની સાથે લાગતી પશ્ચિમી અને ઉત્તરી સરહદોના બંને ભારતના ખતરાનો સામનો કરી શકાય છે. 


આ પણ વાંચોઃ આવાસ યોજનાના લાભાર્થીઓને પીએમની ભેટ, બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કર્યા 700 કરોડ


પહેલા ક્યાં થશે તૈનાતી?
ભારતીય રક્ષા ઉદ્યોગના સૂત્રોએ કહ્યું કે, હવાઈ ​​સંરક્ષણ સિસ્ટમના ભાગ ભારત પહોંચવા લાગ્યા છે અને તેને પહેલા પશ્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવશે. જ્યાંથી પશ્ચિમી અને ઉત્તરી સરહદોના બંને ભાગ પર પાકિસ્તાન અને ચીનના ખતરાનો સામનો કરી શકાય. આ એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારત અને રશિયા વચ્ચે લગભગ 35000 કરોડ રૂપિયાનો સોદો થયો છે. સોદા હેઠળ 400 કિમીની હવાઈ રેન્જનો સામનો કરવા માટે ભારતને પાંચ સ્ક્વાડ્રોન મળશે. આ વર્ષના અંત સુધી પ્રથમ સ્કાવડ્રોનની ડિલીવરી પૂરી થવાની આશા છે. 


દરિયાઈ અને હવાઈ માર્ગે ભારત લાવવામાં આવી રહી છે
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઉપકરણોને દરિયાઈ અને હવાઈ માર્ગે ભારત લાવવામાં આવી રહ્યા છે. દેશમાં પ્રથમ સ્ક્વોડ્રનની તૈનાતી પછી, IAF તેની તૈનાતી માટે પૂર્વીય સરહદો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશે અને દેશની અંદર તેના કર્મચારીઓની તાલીમ માટે સંસાધનો પ્રદાન કરશે. ભારતીય વાયુસેનાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ S-400 ચલાવવા માટે રશિયામાં તાલીમ પણ લીધી છે.


આ પણ વાંચોઃ બબાલ બાદ અમરાવતીમાં તણાવ શરૂ, 4 દિવસનો કર્ફ્યું લાગૂ, ઇન્ટરનેટ પણ રહેશે બંધ


ચાર અલગ અલગ મિસાઈલોથી સજ્જ
S-400 મિસાઇલ સિસ્ટમ ચાર અલગ-અલગ મિસાઇલોથી સજ્જ છે જે અનુક્રમે 400 કિમી, 250 કિમી, 120 કિમી અને 40 કિમીના અંતરેથી દુશ્મન એરક્રાફ્ટ, બેલિસ્ટિક મિસાઇલ અને AWACS એરક્રાફ્ટને નષ્ટ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ ડીલ પર રશિયા સાથે સોદાબાજી કરતી વખતે ભારત લગભગ એક અબજ ડોલર ઘટાડવામાં સફળ રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube