બબાલ બાદ અમરાવતીમાં તણાવ શરૂ, 4 દિવસનો કર્ફ્યું લાગૂ, ઇન્ટરનેટ પણ રહેશે બંધ

ત્રિપુરા (Tripura) માં હિંસાની અફવાને લઇને 2 અઠવાડિયા બાદ શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના 3 શહેરોમાં અમરાવતી (Amaravati), નાંદેડ  (Nanded) અને માલેગાવ  (Malegaon) માં હિંસા અને આગચંપી અને તોડફોડ થઇ.

બબાલ બાદ અમરાવતીમાં તણાવ શરૂ, 4 દિવસનો કર્ફ્યું લાગૂ, ઇન્ટરનેટ પણ રહેશે બંધ

અમરાવતી: ત્રિપુરા (Tripura) માં હિંસાની અફવાને લઇને 2 અઠવાડિયા બાદ શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના 3 શહેરોમાં અમરાવતી (Amaravati), નાંદેડ  (Nanded) અને માલેગાવ  (Malegaon) માં હિંસા અને આગચંપી અને તોડફોડ થઇ. પોલીસ અને ઉપદ્રવીઓ વચ્ચે હાથાપાઇ થઇ. તેના વિરોધમાં ગઇકાલે (શનિવારે) ભાજપે (BJP) અમરાવતીમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયના એક દુકાનને ખુલી જોઇને ભાજપ કાર્યકર્તાઓએ તેમાં તોડફોડ શરૂ કરી દીધી. ત્યારબાદ પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ કર્યો. અમરાવતીમાં 4 દિવસનો કર્ફ્યું લગાવવામાં આવ્યો. 

અમરાવતીમાં સતત તણાવની સ્થિતિ
ત્રિપુરા હિંસાના વિરોધમાં સતત બીજા દિવસે પણ મહારાષ્ટ્રના અમરાવતીમાં તણાવ રહ્યો. અમરાવતીમાં ફરીથી તોડફોડ સાથે દુકાનોમાં આગ લગાવી દીધી. આજે ભાજપે અમરાવતીમાં ગ્રામીણ વિસ્તાર્માં બંધની જાહેરાત કરી છે. પ્રશ્ન એ છે કે આખરે ત્રિપુરાના નામ પર અમરાવતીને સળગાવવાનું કાવતરું કોણ કરી રહ્યું છે? 

ઇન્ટરનેટની સેવા 4 દિવસ બાદ બંધ
તમને જણાવી દઇએ કે સતત બીજા દિવસે અમરાવતીમાં પથ્થરમારાની ઘટના સર્જાઇ અને દુકાનોમાં આગ લગાવવામાં આવી. શનિવારે અમરાવતીમાં હિંદુ સંગઠનોએ બંધની જાહેરાત કરી હતી. આ બંધ શુક્રવારે કટ્ટરપંથીઓ તરફથી થયેલી હિંસાના વિરોધમાં આપવામાં આવ્યું હતું. જોકે માંલેગાવ અને નાંદેડમાં શાંતિ યથાવત છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અમરાવતી શહેરમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ સીઆરપીસીની કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવાને 4 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડેનું કહેવું છે કે જો જરૂર પડશે તો અમે વધુ ફોર્સનો ઉપયોગ કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news