નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો 10મો દિવસ છે. યુક્રેનમાં રશિયન સેના દ્વારા ઘણા શહેરોમાં સતત બોમ્બ હુમલા કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધી કુલ 11000થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આ હેઠળ યુક્રેનથી 229 ભારતીય નાગરિકોને લઈને ઈન્ડિગોની ફ્લાઇટ રોમાનિયાના સુસેવાથી દિલ્હી પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર એશિયાથી 179 લોકોની થઈ ઘરવાપસી
ઓપરેશન ગંગા હેઠળ ભારતીયોની વાપસીમાં સરકાર કોઈ કસર છોડી રહી નથી. આજે સવારે એર એશિયાના વિમાનથી 179 લોકોને દેશ પરત લાવવામાં આવ્યા છે. આ બધાને યુક્રેનના સરહદી દેશોથી લાવવામાં આવ્યા છે. આ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન પહોંચ્યા હતા. 


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5921 કેસ, 289 લોકોના મૃત્યુ


મેડિકલ એસોસિએશને પીએમને લખ્યો પત્ર
યુક્રેનથી પરત આવી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. યુદ્ધને કારણે સ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તેવામાં કોલેજ ખુલવાનું નક્કી નથી. ભારતમાં મેડિકલ સાથે જોડાયેલી સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી તેમના હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી છે. પત્રમાં આઈએમએ તરફથી સૂચન કરવામાં આવ્યું કે અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારે નિયમોમાં ઢીલ આપી પરત આવી રહેલાં મેડિકલ વિદ્યાર્થીઓનું એડમિશન ભારતની મેડિકલ કોલેજોમાં કરાવવામાં આવે. તેમાં પ્રાથમિકતા ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને આપી શકાય છે. 


પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં એડમિશન આપી શકાયઃ મેડિકલ સંસ્થા
મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થા માને છે કે પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં પ્રવેશ આપી શકાય છે. સરકારે એવો પણ સંકેત આપ્યો છે કે વિદ્યાર્થીઓ ભારતમાં જ તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરવા માટે કોઈ રસ્તો શોધી શકે છે. ગુરુવારે પીએમ મોદીએ વારાણસીમાં પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન ભારતની મેડિકલ કોલેજોમાં સીટો વધારવાની વાત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube