નવી દિલ્હી: માઇક્રોસોફ્ટએ કોવિડ-19 વેક્સીન બનાવનાર ભારત સહિત અન્ય દેશોની 7 ટોચની કંપનીઓને નિશાન બનાવનાર સાઇબર હુમલાની ખબર પડી છે. તેમાં કેનેડા, ફ્રાંસ, ભારત, દક્ષિણ કોરિયા અને અમેરિકાની ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને વેક્સીન રિસર્ચર્સ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા અને નોર્થ કોરિયાથી થયો સાઇબર હુમલો
આ હુમલો રશિયા અને નોર્થ કોરિયા (North Korea) સાથે કરવામાં આવ્યો છે. જોકે માઇક્રોસોફ્ટએ વેક્સીન નિર્માતાઓના નામનો ખુલાસો કર્યો નથી. ભારતના મામલામાં વાત કરીએ તો ઓછામાં ઓછા 7 ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ કોરોના વાયરસ (Coronavirus) વિરૂદ્ધ વેક્સીન (Vaccine)વિકસિત કરવા માટે કામ કરી રહી છે, જેનું નેતૃત્વ સીરમ ઇંસ્ટીટ્યૂટ અને ભારત બાયોટેક કરી રહી છે. 


માઇક્રોસોફ્ટ અનુસાર જે કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે, તેમાં મોટાભાગની વેક્સીન નિર્માતા એવા છે જેમની વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. 


કસ્ટમર સિક્યોરિટી એન્ડ ટ્રટના કોર્પોરેટ વાઇસ પ્રેસીડેન્ટ ટોમ બર્ટએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું 'એક ક્લીનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ક્લીનિકલ ટ્રાયલ કરી રહ્યા છે અને એક કોવિડ 19 વેક્સીન ટેસ્ટ વિકસિત કરી રહ્યું છે. મોટાભાગના એવા ઓર્ગેનાઇજેશનને નિશાન બનાવવામાં આવ્યું છે. જેમણે સરકાર કોન્ટ્રાક્ટ કરી લીધો છે અથવા સરકારી એજન્સીઓએ તેમાં રોકાણ કર્યું છે. 


હેકર્સ સાઇબર હુમલા માટે અપનાવવાની આ રીત
સાઇબર હુમલો કરનાર આ એક્ટના નામે સ્ટ્રોટિયમ, જિંક અને સોરિયમ છે. આ એવા હુમલા છે જેમનો ઉદ્દેશ્ય હજારો અથવા લાખો પ્રયત્ન કરીને લોકોના ખાતામાં સેંઘ લગાવી છે. આ ક્રિડેંશિયલ્સ ચોરી કરીને પોતાને રિક્રૂટરની માફક દર્શાવીને જોબ માટે સંદેશ મોકલી રહ્યા છે ડબ્લ્યૂએચઓના મહામારી સંબંધી સંદેશ મોકલી રહ્યા છે. 


બર્ટએ કહ્યું કે 'આ હુમલાના મોટાભાગના હિસ્સાને અઅમે સુરક્ષા તંત્રને રોકી દીધા હતા. સાથે જ અમે તમામ ઓર્ગેનાઇઝેશનને તેની સૂચના આપી રહ્યા છે. જે ઓર્ગેનાઇઝેશનને ટાર્ગેટ બનાવવામાં હુમલાવર સફળ થયા છે, તેમને અમે મદદની ઓફર પણ કરી છે. 


તમને જણાવી દઇએ કે પહેલાં પણ સ્વાસ્થના ક્ષેત્રને સાઇબર હુમલાવરોને નિશાન બનાવ્યા છે. થોડા સમય પહેલાં અમેરિકામાં ઘણી હોસ્પિટલો અને સ્વાસ્થ્ય સેવા સંગઠનોને નિશાન બનાવ્યા પછી તેમની પાસે ખંડણી માંગી હતી.