માસ્કોઃ રશિયાની કોરોના વાયરસ વેક્સિન સ્પુતનિક Vને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ વેક્સિનનું ઉત્પાદન ભારતમાં થશે. રશિયાના સાર્વભૌમ સંપત્તિ નિધિ  (Russia's sovereign wealth fund) અને ભારતીય દવા કંપની હેટેરોએ સ્પુતનિક V વેક્સિનના ભારતમાં પ્રતિ વર્ષ 100 મિલિયન (10 કરોડ)થી વધુ ડોઝનું ઉત્પાદન કરવાની સહમતિ વ્યક્ત કરી છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર સ્પુતનિક Vએ ટ્વિટર એકાઉન્ટ પર જારી એક નિવેદનના હવાલાથી તેની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે રશિયાએ પાછલા દિવસોમાં કહ્યું હતું કે, તેની વેક્સિન 95 ટકા સુધી અસરકારક સાબિત થઈ છે અને તેના એક ડોઝની કિંમત 10 ડોલર (લગભગ 750 રૂપિયા) હશે. તેના ડોઝને રાખવા માટે વધુ ઠંડા કોલ્ડ સ્ટોરેજની જરૂર નથી. સ્પુતનિક Vના ટ્વિટર એકાઉન્ટ પર જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વેક્સિનનું સમર્થન અને વૈશ્વિક સ્તર પર માર્કેટિંગ કરી રહેલ હેટેરો અને રશિયા સાર્વભૌમ સંપત્તિ નિધિ (RDIF)એ 2021ની શરૂઆતમાં સ્પુતનિક Vનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં બીજા અને ત્રીજા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે. 


Mehbooba Mufti Detained: ફરી એકવાર નજરબંધ મહેબૂબા મુફ્તી, ભાજપ  પર લગાવ્યા આરોપ  


વર્તમાનમાં વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ બેલારૂસ, યૂએઈ, વેનેજુએલા અને અન્ય દેશોમાં ચાલી રહ્યાં છે. હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડીઝ લેબોરેટરી ભારતમાં તેના ફેઝ બે અને ત્રણની ટ્રાયલ થઈ રહી છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડે કહ્યું કે, ભારતમાં માર્ચ 2021 સુધી અંતિમ તબક્કાની ટ્રાયલ થઈ જશે. રશિયા અધિકારીઓએ મંગળવારે કહ્યું કે, કોન્ટ્રાક્સ હિસાબથી રશિયા દ્વારા ડિસેમ્બરમાં બીજા દેશોને સ્પુતનિક  V વેક્સિન સીમિત માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે જાન્યુઆરી 2021માં અન્ય દેશોમાં પ્રમુખતાથી તેનું વિતરણ કરવામાં આવશે. તેના ઉત્પાદનને વધારવા અને કિંમતને ઓછી કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. રશિયાના લોકોને આ વેક્સિન ફ્રીમાં મળશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube