નવી દિલ્હી : રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4 ઓક્ટોબરે ભારતનાં બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 39 હજાર કરોડ રૂપિયાની S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો કરાર થશે. આ કરાર હેઠળ ભારતે પાંચ S-400 એર ડિફેન્સ સિસ્ટમ મળશે. ભારત તેના માટે રશિયા સાથે 39 હજાર કરોડ રૂપિયાનાં એક કરાર પર હસ્તાક્ષર કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર થશે. બંન્ને રાષ્ટ્રાધ્યક્ષોની બેઠક દરમિયાન બંન્ને દેશોની વચ્ચે સામરિક મુદ્દાઓ ઉપરાંત વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ગંભીર મંત્રણા થશે. પોતાની બે દિવસની યાત્રા દરમિયાન પુતિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે. 

ભારત અને રશિયા વચ્ચે આ 19મી વાર્ષિક બેઠક નવી દિલ્હીમાં યોજાવા જઇ રહી છે. અમેરિકાની તરફથી ઘણા પ્રતિબંધો છતા S-400 મિસાઇલ સિસ્ટમ પર કરાર થવા જઇ રહ્યા છે. અમેરિકાએ ભારત સહિત ગણા દેશોને રશિયા સાથે કોઇ પણ પ્રકારનાં હથિયારા ડીલ નહી કરવાની સલાહ આપી છે. જો કે ભારત પોતાનાં જુના સહયોગી અને મિત્ર દેશોની સાથે સાવધાનીથી પગલું વધારતા રશિયાની સાથે આ કરાર કરવા જઇ રહ્યા છે. 

S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદીને સંરક્ષણ સાથે જોડાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)એ હાલમાં જ લીલી ઝંડી આપી છે. સંરક્ષણ પ્રણાલીના સોદાને મંજુરી આપવા માટે સીસીએસ ભારતની ઉચ્ચતર કમિટી છે. આ કમિટીના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે. 

આ મિસાઇલ સિસ્ટમ ખરીદવાથી ભારત અને અમેરિકાના સંબંધો પર શું અસર થશે ?
સંરક્ષણ નિષ્ણાંતોના અનુસાર આ મુદ્દે આપણે આપણો પક્ષ અગાઉ જ વોશિંગ્ટન સમક્ષ રજુ કરી ચક્યા છીએ. ભારત-રશિયાની વચ્ચે મિસાઇલ સિસ્ટમ ડીલની અધિકારીક જાહેરાત 5 ઓક્ટોબરે બંન્ને સરકારની વચ્ચે બેઠક દરમિયાન થાય તેવી શક્યતાઓ છે. 

ભારત અને રશિયા વચ્ચે આ મહત્વના સંરક્ષણ સોદાની જાહેરાત વર્ષ 2016માં ગોવામાં આયોજીત BRICS સમિટ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતનિનની વચ્ચે વાતચીત બાદ થયો. S-400 ટ્રાયફ લોન્ગ રેંજ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમાં દુશ્મનનાં આવનારા લડાકુ વિમાનો, મિસાઇલો અને એટલે સુધી કે 400 કિલોમીટર સુધીની ઉંચાઇ પર ઉડી રહેલા ડ્રોન નષ્ટ કરી શકે છે. ભારતની સૈન્ય પ્રણાલીમાં એસ-400નો સમાવેશ થવાથીતેની શક્તિ અનેક ગણી વધી જશે.