સચિન પાયલોટના ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ, આજે નડ્ડા સાથે કરી શકે છે મુલાકાત
રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ ભાજપમાં સામેલ થઈ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે પાયલોટ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે.
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાયેલા છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે બળવાખોર વલણ અપનાવી લીધું છે. તો હવે સૂત્રોનું કહેવું છે કે સચિન પાયલોટ સોમવારે સવારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે.
જો સચિન પાયલોટ ભાજપમાં સામેલ થઈ જાય તો રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર માટે મોટો ઝટકો હશે. બીજીતરફ પાયલોટનો દાવો છે કે તેની સાથે 30 ધારાસભ્યોનું સમર્થન છે. તેમાં કોંગ્રેસ અને અપક્ષ સામેલ છે. તેવામાં ધારાસભ્યોની સાથે ભાજપમાં સામેલ થવાને કારણે ગેહલોત સરકાર અલ્પમતમાં આવી જશે.
સૂત્રોનું કહેવું છે કે સચિન પાયલોટની સાથે 27 કોંગ્રેસ ધારાસભ્યો પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. આ સિવાય ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ પાયલોટને સમર્થન આપી રહ્યાં છે અને તે પણ ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે થનારી કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક પહેલા વિધાનસભા અધ્યક્ષને પાયલોટના સમર્થક ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે.
રાજસ્થાનમાં રાજકીય ભૂકંપ, આજે થનારી વિધાયક દળની બેઠક માટે કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યો
સિંધિયા સાથે મુલાકાત
સચિન પાયલોટે કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થનારા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પણ મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાના આવાસ પર સચિન પાયલોટ તેમને મળવા પહોંચ્યા હતા. બંન્ને નેતાઓ વચ્ચે આશરે 40 મિનિટ સુધી ચાલેલી બેઠક બાદ સચિન પાયલોટના ભાજપમાં સામેલ થવાની વાતને વધુ બળ મળ્યું છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube