જયપુર: રાજસ્થાન કોંગ્રેસમાં થયેલા ઝઘડા વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ (Sachin Pilot)એ બળવાખોર વલણ દેખાવવાની શરૂઆત કરી દીધી છે. પાઇલટ સોમવારે અશોક ગેહલોત દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. પાઇલટનું સ્પષ્ટ કહેવું છે કે, અશોક ગેહલોત સરકાર લઘુમતીમાં છે અને 30થી વધુ ધારાસભ્યો તેમની સાથે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શું રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર તુટશે? રાહુલ ગાંધીથી મળવા ન પહોંચ્યા સચિન પાઇલટ


પાઇલટે 30 ધારાસભ્યો અને કેટલાક અપક્ષોના ટેકાની વાત કરી છે. પાઇલટે કહ્યું કે તેઓ આવતીકાલે સવારે યોજાનારી વિધાયક દળની બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હવે લઘુમતીમાં છે. તમને જણાવી દઈએ કે, હવે આવતીકાલે એટલે કે સોમવારે સવારે 10.30 વાગ્યે સીએમ અશોક ગેહલોતે વિધાનસભા પક્ષની ઓપચારિક બેઠક બોલાવી છે.


આ પણ વાંચો:- સિંધિયાએ આવું કહી વધારી કોંગ્રેસ અને ગેહલોત સરકારની મુશ્કેલી, BJPમાં આવશે પાઇલટ?


તમને જણાવી દઈએ કે, સચિન પાઇલટ દિલ્હીમાં હોવા છતાં તે રાહુલ ગાંધીને મળવા ગયા નહોતા. રાહુલ ગાંધીએ સચિન પાઇલટને મળવા બોલાવ્યો પરંતુ તે પહોંચ્યા નહીં. રાહુલ ગાંધીની ઓફિસનું કહેવું છે કે બંને નેતાઓ ફોન પર વાત કરી રહ્યા છે.


આ પણ વાંચો:- નોટબંધીના 4 વર્ષ બાદ જૂની નોટ લઇને પહોંચ્યા બેંક, જાણ પછી શું થયું


રાહુલની ઓફિસે પણ દાવો કર્યો છે કે, આ મામલો વાટાઘાટો દ્વારા ઉકેલી લેવામાં આવશે. તમને યાદ અપાવો કે માર્ચમાં મધ્ય પ્રદેશમાં આ પ્રકારનું રાજકીય નાટક જોવા મળ્યું હતું. ત્યારબાદ રાજ્યમાં કોંગ્રેસની સરકાર પડી હતી. ખરેખર, જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ સોનિયા ગાંધીએ મળવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ મળવા આવ્યા નહોતા.


આ પણ વાંચો:- Vikas Dubey Encounterની તપાસ માટે કમિશનની રચના, રિટાયર્ડ જજ હશે અધ્યક્ષ


બીજી તરફ, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યું છે કે - મને દુ:ખ છે કે, મારા પૂર્વ સાથીદાર સચિન પાઇલટને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ બતાવે છે કે કોંગ્રેસમાં પ્રતિભા અને ક્ષમતા માટે કોઈ સ્થાન નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube