નોટબંધીના 4 વર્ષ બાદ જૂની નોટ લઇને પહોંચ્યા બેંક, જાણ પછી શું થયું

ઇરોડ જિલ્લામાં અગરબત્તી વેચનાર દ્રષ્ટિહીન પતિ-પત્ની તે સમયે સ્તબ્ધ રહી ગયા જ્યારે તેમને ખબર પડી કે તેમની મહેનત કરી 24 હજાર રૂપિયા બચાવ્યા કર્યા હતા, તે 1000 અને 500 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ છે. જેમણે લગભગ 4 વર્ષ પહેલા બંધ કરવામાં આવ્યા છે. બચતની રકમ બેંકમાં જમા કરાવા ગયા હતા.
નોટબંધીના 4 વર્ષ બાદ જૂની નોટ લઇને પહોંચ્યા બેંક, જાણ પછી શું થયું

તમિલનાડુ: ઇરોડ જિલ્લામાં અગરબત્તી વેચનાર દ્રષ્ટિહીન પતિ-પત્ની તે સમયે સ્તબ્ધ રહી ગયા જ્યારે તેમને ખબર પડી કે તેમની મહેનત કરી 24 હજાર રૂપિયા બચાવ્યા કર્યા હતા, તે 1000 અને 500 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ છે. જેમણે લગભગ 4 વર્ષ પહેલા બંધ કરવામાં આવ્યા છે. બચતની રકમ બેંકમાં જમા કરાવા ગયા હતા.

સુદૂર પોઠિયા મૂપાનૂર ગામના નિવાસી સોમુ (58)એ દાવો કર્યો કે તેમણે નવેમ્બર 2016માં થયેલી નોટબંધી વિશે શુક્રવારે જાણવા મળ્યું જ્યારે તેઓ તેમની અને તમની પત્ની પલાનીઅમ્મલ દ્વારા કરવામાં આવેલી બચતની રકમ બેંકમાં જમા કરાવવા ગયા. તેમણે શનિવારે પત્રકારોને કહ્યું કે કોવિડ-19ના કારણે છેલ્લા 4 મહિનાથી કોઇ આવક થઈ રહી નથી, તો તેમણે તેમની નિરક્ષર માતા પાસે રાખેલી તેમની બચત બહાર કાઢી.

અગરબત્તિઓ અને કપૂર વેચી બચત કરી હતી
સોમુ આ રકમ જમા કરવા બેંક ગયો હતા. જ્યાં અધિકારીઓએ તેમને જણાવ્યું કે આ નોટ ઘણા સમય પહેલા બંધ થઈ ગઇ છે. સોમુએ કહ્યું કે, તેમને અને તેમની પત્નીને નજીકના અંથિયૂર અને આસપાસના વિસ્તારોમાં 10 વર્ષથી વધારે સમય સુધી અગરબત્તીઓ અને કપૂરને વેચી આ બચત કરી હતી.

તેમણે કહ્યું કે, દર સપ્તાહ તેઓ તેમની સાથે રહેતી તેમની માતાને થોડા પૈસા આપતા હતા. જેને તેઓ તેમની પાસે સુરક્ષિત રાખતા હતા. તેઓ નિયમિત અંતરાલ પર તેને 500 અથવા 1000ની નોટમાં રૂપાંતરિત કરતા હતા.

જાણકારી ન હતી કે નોટ બંધ થઇ ગયા છે
સોમુએ કહ્યું કે અમને ત્રણેય લોકોને ખબર ન હતી કે, 1000 અને 500ની આ નોટ બંધ થઈ ગઇ છે. સોમુએ કહ્યું કે, તેમણે તમિલનાડુના મુખ્યમંત્રીના પલનીસ્વામીને મેમોરેન્ડમ મોકલી તેમની પાસે મદદ કરવા અનુરોધ કર્યો છે.

પોલીસે આ મામલે તપાસ કરવાની વાત કરી
આ પહેલા, નજીકના તિરૂપુર જિલ્લાથી પણ ગત વર્ષ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં બે વૃદ્ધ બહેનોને ખબર પડી હતી કે, તેમની 46 હજાર રૂપિયાની જીનવ ભરની બચત 1000 અને 500ની નોટ બંધ થઈ ગઇ છે.
(ઇનપુટ: ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news