નવી દિલ્હી: કોંગ્રેસ (Congress)માં બગાવત કરવા પર સચિન પાયલટ (Sachin Pilo)ને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ પદથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં તેમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે. જો કે, તેમણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમણે કહ્યું કે, તેઓ ભાજપમાં સામલ થઇ રહ્યાં નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન પાયલટે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં લાવવા માટે ઘણું કામ કર્યું, પર ભાજપમાં સામેલ થવાનો નથી.


આ પણ વાંચો:- વિકાસ દુબેના સાથી શશિકાંત પાંડેની કબૂલાત, અમારા આંગણામાં જ થઈ COની હત્યા'


તમને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે રાજકીય લડાઇમાં કોંગ્રેસે સચિન પાયલટ પાસેથી તમામ હોદા છીનવી લીધા છે. જે છેલ્લા 6-7 વર્ષની સખત મહેનતના દમ પર પ્રાપ્ત કર્યું હતું. જો કે, કોંગ્રેસ હજી સુધી સચિન પાયલટને પાર્ટીથી બહાર કાઢવામાં આવ્યા નથી. ના કે સચિન પાયલટને હજી સુધી પાર્ટી છોડવાની વાત કરી છે. સચિન પાયલટ પર કોંગ્રેસે જે કાર્યવાહી કરી છે, તે પાર્ટીના નેતાઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે.


આ પણ વાંચો:- વિશ્વ યુવા કૌશલ દિવસ: PM મોદીએ કહ્યું- સ્કિલ યુવાઓની સૌથી મોટી શક્તિ


કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સચિન પાયલટને લઇ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના એક ટ્વિટમાં કહ્યું કે, હું સચિન પાયલટના કોંગ્રેસ પાર્ટી છોડવાથી દુ;ખી છું. હું તેમને અમારા એક સારા અને પ્રતિભાશાળી નેતા માનું છું. પાર્ટીથી તેમનો રસ્તો અલગ કરવાથી સારૂ હતો કે તે પાર્ટીને સારી અને મજબૂત બનાવવાની દીશામા કામ કરતા. તેનાથી તેમના, અમારા બધાના સપના પૂરા થતા.


આ પણ વાંચો:- શશિ થરૂરે સચિન પાયલની કોંગ્રેસ વિદાય પર વ્યક્ત કર્યું દુ:ખ, ટ્વિટ કરી જણાવી આ વાત


કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદે સચિન પાયલટના સમર્થન કરતા કહ્યું કે, તેમણે આટલા વર્ષ સુધી સમર્પણ ભાવથી કામ કર્યું છે. આશા કરુ છું કે, પરિસ્થિતિ સંભાળી શકાય છે. દુ:ખ છે કે વાત અહીં સુધી પહોંચી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube