બુધવારે દિલ્હીમાં સચિન પાયલટની પત્રકાર પરિષદ, રાજસ્થાનના ઘટનાક્રમ પર તોડશે મૌન

રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ સચિન પાયલટ બુધવારે સવારે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરશે.
નવી દિલ્હીઃ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ સચિન પાયલટ કાલે સવારે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજશે. રાજસ્થાનના સંપૂર્ણ ઘટનાક્રમ પર તેમણે સીધી રીતે કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ બુધવારે દિલ્હીમાં આયોજીત પત્રકાર પરિષદમાં તે પોતાની વાત રાખી શકે છે.
એક રીતે જોવામાં આવે તો અત્યાર સુધી સચિન પાયલટે પાર્ટી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પાડવાના ષડયંત્રના મામલામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળેલી નોટિસથી નારાજ પાયલટે સમર્થન ધારાસભ્યોની સાથે દિલ્હીમાં ધામા નાખ્યા, પરંતુ તેમણે મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ સૂત્રોના હવાલાથી પાયલટ જૂથ સતત તે વાત કહેતા રહ્યાં છે કે ગેહલોત જૂથ તેમને બદનામ કરાવવામાં લાગ્યા છે.
હકીકતમાં સચિન પાયલટ અત્યાર સુધી શાંત રહ્યા છે. ડેપ્યુટી સીએમ પદ પરથી હટાવ્યા બાદ તેમના માત્ર બે ટ્વીટ આવ્યા છે. પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યુ કે, સત્યને પરેશાન કરી શકાય છે, પરાજીત નહીં. આ સિવાય તેમણે ટ્વીટર પ્રોફાઇલમાં પણ ફેરફાર કર્યા છે. તો બીજી ટ્વીટમાં તેમને સમર્થન કરનારાનો આભાર વ્યક્ત કર્યો છે.
રાજસ્થાનના સંપૂર્ણ રાજકીય ઘટનાક્રમ બાદ પ્રથમવાર હશે, જ્યારે સચિન પાયલટ બુધવારે પત્રકાર પરિષદમાં પોતાની વાત રાખશે. આ વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે પાયલટ પોતાની વાત નેતૃત્વ સુધી પહોંચાડવાના પ્રયાસમાં છે. કોંગ્રેસે જે નિર્ણય લીધો છે, તેના પર પણ તેઓ પોતાના ધારાસભ્યોની સાથે ચર્ચા કરી રહ્યાં છે.
26 વર્ષની ઉંમરમાં સાંસદ, 32ની ઉંમરમાં મંત્રી... સચિન પાયલટને શું નથી આપ્યુઃ કોંગ્રેસ
સમર્થન કરનારનો વ્યક્ત કર્યો આભાર
પદ પરથી હટાવ્યા બાદ પાયલટે પોતાનું સમર્થન કરનારનો આભાર પણ વ્યક્ત કર્યો છે. રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમને લઈને જિતિન પ્રસાદથી લઈને પ્રિયા દત્ત તેમનું સમર્થન કરી ચુક્યા છે. કોંગ્રેસના વિભિન્ન નેતાઓ પાસેથી મળેલા સમર્થન બાદ પાયલટે ટ્વીટ કર્યુ, આજે મારા સમર્થનમાં જે પણ સામે આવ્યા છે, તે બધાનો હાર્દિક ધન્યવાદ અને આભાર. રામ રામ સા!!
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube