નવી દિલ્હી: મુંબઈ (Mumbai) ના એન્ટિલિયા-સચિન વાઝે કેસે (sachin vaze antilia case) મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પર જોખમ પેદા કરી દીધુ છે. પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તરફથી રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોગ લગાવવામાં આવ્યા બાદ પ્રદેશમાં હાલાત ઝડપથી બદલાઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવારે પોતાના બે મંત્રીઓને દિલ્હી બોલાવ્યા
પ્રદેશની ઉદ્ધવ સરકાર પર વધી રહેલા દબાણ વચ્ચે NCP ના અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar) ઉદ્ધવ સરકારમાં સામેલ પોતાના બે મંત્રીઓ અજિત પવાર અને જયંત પાટીલને બેઠક માટે દિલ્હી બોલાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બેઠકમાં શિવસેનાના નેતા સંજય રાઉત પણ હાજર રહેશે. કહેવાય છે કે આ બેઠકમાં અનિલ દેશમુખ પર લાગેલા આરોપ બાદ ઉઠાવવામાં આવેલા પગલાં અંગે ચર્ચા થઈ શકે છે. 


કિરીટ સોમૈયાએ ઉદ્ધવ સરકાર પાસે માંગ્યો જવાબ
આ બાજુ બદલાતા ઘટનાક્રમ વચ્ચે ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે સચિન વાઝેની વસૂલી ગેંગ મહારાષ્ટ્રના ગૃહમંત્રી માટે દર મહિને 100 કરોડની વસૂલી કરતી હતી. ઉદ્ધવ સરકારને 15 મહિના થયા, આથી સરકારે 1500  કરોડના ભ્રષ્ટાચારનો હિસાબ આપવો પડશે. 


અનુરાગ ઠાકુરે સાધ્યું નિશાન
આ બાજુ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે  કહ્યું કે એક સિનિયર પોલીસ અધિકારી અને પૂર્વ પોલીસ કમિશનરે રાજ્યના સીએમને પત્ર લખીને ગૃહમંત્રી પર મોટા સવાલ ઉઠાવ્યા છે. તેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. જો મુંબઈ પોલીસની આ હાલત છે તો તમે મહારાષ્ટ્રની કલ્પના કરી શકો છો. 


મુંબઈ: પૂર્વ કમિશનરે Mohan Delkar suicide કેસ મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો, લગાવ્યો આ આરોપ


Mansukh Hiren case: પૂર્વ કમિશનર અને ACP વચ્ચેની એ વિસ્ફોટક ચેટ...જેણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જ્યો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube