મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચાવી દેનારો એન્ટિલિયા જિલેટિન કાંડ એટલો મોટો થઈ ગયો છે અને એવા એવા ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે કે હવે લોકો શરૂમાં શું થયું હતું તે જ ભૂલી ગયા છે. આ મામલે અને ત્યારબાદ હિરેન મનસુખની હત્યા મામલે ધરપકડ કરાયેલા સચિન વઝેએ મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના આરોપો પર મહોર લગાવી દીધી છે. જે મુજબ સચિન વઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ તે સમયના રાજ્યના ગૃહમંત્રી રહી ચૂકેલા અનિલ દેશમુખે આપ્યો હતો. પરંતુ આ મામલે હવે સચિન વઝેએ શરદ પવારનું પણ નામ લઈ લીધુ છે. કહ્યું કે અનિલ દેશમુખે શરદ પવારને મનાવવા માટે 2 કરોડ રૂપિયા માંગ્યા હતા. જેને આપવાની ના પાડ્યા બાદ મુંબઈના કોર્પોરેટ્સને નિશાન બનાવવાની તૈયારી કરાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન વઝેએ કર્યો ઘટસ્ફોટ
સચિન વઝેએ કોર્ટને આપેલા લેટરમાં લખ્યું છે કે મે 6 જૂન 2020ના રોજ ફરીથી ડ્યૂટી જોઈન કરી હતી. મારી ડ્યૂટી જોઈન કરવાથી શરદ પવાર ખુશ નહતા. આવામાં શરદ પવારે મને ફરીથી સસ્પેન્ડ કરવાનું કહ્યું. આ વાત મે પોતે અનિલ દેશમુખને જણાવી હતી. તેમણે માર પીસે પવાર સાહેબને મનાવવા માટે 2 કરોડ રૂપિયા માંગ્યા હતા. પરંતુ આટલી મોટી રકમ આપવી મારા માટે શક્ય નહતી. સચિન વઝેએ લેટરમાં લખ્યું છ ેકે ઓક્ટોબર 2020માં અનિલ દેશમુખે સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ બોલાવ્યો પરંતુ તે પહેલા જ જુલાઈ-ઓગસ્ટ 2020માં અનિલ પરબ તેમને સરકારી બંગલે બોલાવી ચૂક્યા હતા. તે સપ્તાહ ડીસીપી પદને લઈને ઈન્ટરનલ ઓર્ડર પણ અપાયા હતા. 


કોર્પોરેટ્સ પાસેથી વસૂલીનો લક્ષ્યાંક
સચિન વઝેએ પત્રમાં લખ્યું છે કે મીટિંગ દરમિયાન અનિલ પરબે મને કહ્યું કે SBUT ( Saifee Burhani Upliftment Trust) કમ્પ્લેન્ટ પર ધ્યાન આપો. જે એક પ્રિલિમિનરી સ્ટેજ પર હતી. આ સાથે જ મને કહેવાયું કે SBUT ના ટ્રસ્ટીની ઈન્ક્વાયરી બંધ કરીને સૌદાબાજી કરું. આ માટે 50 કરોડની ડિમાન્ડ  કરું. તેમણે મને રકમ માટે પ્રાથમિક વાતચીત પણ કરવાનું કહ્યું પરંતુ મે આમ કરવાની ના પાડી દીધી. કારણ કે હું SBUT માં કોઈને જાણતો નથી અને આ ઈન્ક્વાયરી સાથે પણ મારે કોઈ લેવાદેવા ન હતા. 


જાન્યુઆરીથી ફરીથી શરૂ થયો વસૂલીનો ખેલ
વઝેએ પોતાના પત્રમાં લખ્યું કે જાન્યુઆરી 2020માં મંત્રી અનિલ પરબે ફરીથી મને પોતાના સરકારી બંગલે બોલાવ્યો અને BMC માં લિસ્ટેડPraudulant contractor વિરુદ્ધ તપાસની કમાન સંભાળવાનું કહ્યું. મંત્રી અનિલ પરબે આ રીતે 50 લિસ્ટેડ કંપનીઓમાંથી દરેક કંપનીમાંથી 2 કરોડ વસૂલવાનું કહ્યું. કારણ કે એક ફરિયાદ પર આ કંપનીઓ વિરુદ્ધ તપાસ ચાલુ હતી જે શરૂઆતના તબક્કામાં હતી. સચિન વઝેએ જણાવ્યું કે જાન્યુઆરી 2021માં ગૃહમંત્રી અનિલ દેશમુખે મને પોતાના સરકારી બંગલે બોલાવ્યો. ત્યારે તેમના પીએ કુંદન પણ ત્યાં હાજર રહ્યા હતા. તે સમયે મને મુંબઈમાં 1650 પબ, બાર હોવાની અને તેમની પાસેથી દર મહિને 3 લાખ રૂપિયા કલેક્શન કરવાની વાત કરવામાં આવી. 


વઝેએ જણાવ્યું હતું કે ઈમ્પોસિબલ ટાસ્ક છે, દેશમુખે કર્યો બ્લેકમેઈલ
વઝેએ જણાવ્યું કે મને શહેરના 1650 બારથી વસૂલી કરવાની વાત કરાઈ. તો મે ગૃહમંત્રી અનિલ દેશમુખને કહ્યું કે મારી જાણ મુજબ શહેરમાં 1650 નહીં પરંતુ ફક્ત 200 બાર જ છે. મે ગૃહમંત્રીને આ રીતે પૈસા ભેગા કરવાની પણ ના પાડી દીધી. કારણ કે મે તેમને જણાવ્યું હતું કે તે મારી ક્ષમતા બહારની વાત છે. ત્યારે ગૃહમંત્રીના પીએ કુંદને મને કહ્યું હતું કે જો હું મારી જોબ અને પોસ્ટ બચાવવા માંગતો હોઉ તો જે ગૃહમંત્રી કહે છે તે જ કરું. 


પરમબીર સિંહ સાથે શેર કરી હતી આખી વાત
ત્યારબાદ મે આ આખી વાત તત્કાલીન કમિશનર પરમબીર સિંહને જણાવી હતી. એમ પણ કહ્યું હતું કે આવનારા સમયમાં મને કોઈ વિવાદમાં ફસાવી દેવાશે. ત્યારબાદ તત્કાલિન કમિશનર પરમબીર સિંહે મને કોઈ પણ ગેરકાયદે વસૂલીમાં સામેલ થવાની ના પાડી હતી. 


સચિન વઝેના પત્રનું પહેલું પાનું


PHOTOS: રસી મૂકાવ્યા બાદ 'આડઅસરથી બચવા' આટલી વાતોનું ધ્યાન રાખો, તરત કામ પર ન જાઓ....


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube