Sadhana Gupta Death: સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું નિધન થઇ ગયું છે. સાધના ગુપ્તા ગુડગાવની મેદાંતા હોસ્પિટલમાં ભરતી હતા. તેમને ફેફસામાં સંક્રમણની બિમારી હતી. ગત એક અઠવાડિયાથી તેમની તબિયત ખૂબ ખરાબ હતી. આ પહેલાં તે લખનઉના મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ તેમની હાલત ખરાબ થવા લાગી તો તેમને એર એબુલન્સ દ્રારા ગુડગાવ લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ નિધન થઇ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વર્ષ પહેલા કોરોના સંક્રમિત થઈ હતી સાધના યાદવ
તમને જણાવી દઈએ કે, સાધના યાદવ વર્ષ 2020 માં કોરોના વાયરસથી સંક્રમિત પણ થઈ હતી. 14 ઓક્ટોબર 2020 ના સમાચાર આવ્યા હતા કે મુલાયમસિંહ યાદવ અને તેમની પત્ની સાધના યાદવ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


મુલાયમસિંહ યાદવની બીજી પત્ની છે સાધના યાદવ
ઉલ્લેખનીય છે કે સાધના યાદવ, મુલાયમસિંહ યાદવની બીજી પત્ની છે. સાધના યાદવના પુત્રનું નામ પ્રતીક યાદવ છે અને તેમની વહુ અપર્ણા યાદવ છે. અપર્ણા યાદવ ભાજપ નેતા છે. યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ અપર્ણા યાદવે સપા છોડી ભાજપને સાથ આપ્યો છે. ત્યારે સપા સુપ્રીમો અખિલેશની સાધના યાદવ સાવકી માતા છે.


સાધના યાદવનો પુત્ર રાજનીતિમાં સક્રિય નથી
ત્યારે સાધના યાદવના પુત્ર પ્રતીક યાદવ રિયલ સ્ટેટ બિઝનેસમેન છે. પ્રતીક યાદવ રાજકારણમાં સ્ક્રીય નથી. જોકે, તેમની પત્ની અપર્ણા યાદવે રાજકારણમાં પગ મુક્યો છે. અપર્ણા યાદવ લખનઉની કેંટ બેઠકથી વર્ષ 2017 માં વિધાનસભાની ચૂંટણી લડી ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube