ZEEL-SONY Merger: ઝી એન્ટરટેઈન્મેન્ટ (ZEEL) સાથે સોની પિક્ચર્સ (SPNI) ના મર્જરની જાહેરાતનું ઈન્ડસ્ટ્રીએ સ્વાગત કર્યું. શેર બજાર પણ ખુશ થયું. શેરહોલ્ડરોમાં પણ ભરોસો છે. પરંતુ ઈન્વેસ્કો હજુ પણ ઝી એન્ટરટેઈન્મેન્ટના બોર્ડને બદલવાની જીદ પર અડી છે. આ મામલે કેટલાક મીડિયા સંસ્થાન ઉલ્ટું Zee ને સવાલ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝે સવાલોના જવાબ આપવા જોઈએ. પરંતુ આવી ખબરો પાયાવિહોણી છે. કારણ કે ZEEL એ SONY સાથે ડીલ કરીને શેરધારકો સામે પોતાનો પ્લાન રજુ કર્યો છે. ઈન્ડસ્ટ્રી સામે પણ પારદર્શકતા છે. જ્યારે ઈન્વેસ્કોની દાનત પર સતત સવાલ ઉઠી રહ્યા છે. તેની પાછળ કોનો હાથ છે? આ સવાલથી ઈન્વેસ્કો ભાગી કેમ રહી છે? દેશભરમાંથી ઝીલને સતત સમર્થન મળી રહ્યું છે. આ પહેલા બોલીવુડના અનેક લોકોએ ZEELના સમર્થનમાં ટ્વિટ કર્યા હતા. હવે સાધુ સમાજે પણ ઝીના સમર્થનમાં પત્ર લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEEL ના સમર્થનમાં ભારતનો સાધુ સમાજ તથા ધાર્મિક સંસ્થાઓ
ઇન્વેસ્કોની દાનત પર સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે હવે સાધુ સમાજે પણ ઝીને સમર્થન આપ્યું છે. સાધુ સમાજ અન્ય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં દેશની ચેનલ ઝીને સમર્થન આપવામાં આવ્યું છે. આ પત્ર પ્રમાણે સાધુ સમાજે કહ્યુ કે- છેલ્લા એક મહિનાથી આપણે જોઈ રહ્યાં છીએ કે ZEE એન્ટરટેઈનમેન્ટ નામની સંસ્થાને અન્ય મીડિયા કંપની કોઈ એક શેર હોલ્ડરના માધ્યમથી અધિગ્રહણ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે કોઈ વિદેશી કે દેશી સંસ્થા હોઈ શકે છે. તેના વિષયમાં ઇન્વેસ્કો નામના ઇન્વેસ્ટર દ્વારા કોઈ પ્રકારની પારદર્શિતા ન દેખાડતા કોઈ પૂરાવા રજૂ કરવામાં આવ્યા નથી. બીજીતરફ ZEE અને Sony જાપાને એકબીજામાં વિલયનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 


સાધુ સમાજે કહ્યુ કે, આપણે બધા જાણીએ છીએ કે ઝીનું જ્યારે ભારતમાં પ્રથમવાર પ્રસારણ શરૂ થયું ત્યારે સાધુ સમાજના કહેવાથી તેમણે 'જાગરણ' નામના કાર્યક્રમનું પ્રસારણ કરવાનું શરૂ કર્યું હતું. આ કાર્યક્રમનું દરરોજ પ્રસારણ કર્યા બાદ અન્ય કાર્યક્રમ શરૂ થતાં હતા. આ તેની ધર્મ અને દેશને દે છે કે આજે અનેક ધાર્મિક ચેનલ બધા ધર્મોની પ્રસારિત થઈ રહી છે, તેનો લાભ બધાને મળી રહ્યો છે. દેશે છેલ્લા 29 વર્ષોમાં જોયું છે તથા આજે પણ અનુભવ કરે છે કે ઘણા સામાજિક તથા અન્ય વિષયોમાં પ્રજાની ભલાઈ માટે કોઈપણ વિષયનો પ્રચાર તથા પ્રસાર કરવામાં ZEE સૌથી અગ્રણી રહે છે. 


તે બરોબર છે કે અમારો સાધુ સમાજ મોટાભાગે ધાર્મિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક કાર્યક્રમનું અવલોકન કરે છે અને અન્ય મનોરંજન શો જોતા નથી. અમારા અનુયાયી જણાવે છે કે ZEE ની બધી ભારતીય ભાષાઓની મનોરંજન ચેનલને પરિવાર સાથે બેસી જોઈ શકાય છે. અન્ય ચેનલ માતા-પુત્ર અથવા પિતા-પુત્રી સાથે બેસી જોઈ શકતા નથી. 


સાધુ સમાજે પોતાના પત્રમાં કહ્યું કે, અમે અમારા અનુયાયી, પરિવારોને (જે ZEE ના શેરહોલ્ડર છે) તેની ઈચ્છા વિશે પૂછ્યુ તો 40 ટકા પરિવાર ઈચ્છે છે કે તે સંસ્થા સુભાષ જીના પરિવારની દેખરેખમાં રહે. અન્ય 30 ટકા ઈચ્છે છે કે ઝી અને સોનીનો વિલય તેમના હિતમાં હશે. 20 ટકા ઈચ્છે છે કે ઇન્વેસ્કોએ પારદર્શિ થઈને જણાવવું જોઈએ કે તેની દાનત શું છે. તે જાણવા પર તે િર્ણય કરશે. 


સાધુ સમાજે પૂછ્યુ કે ZEE ના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં Invesco દ્વારા પસંદ કરાયેલા લોકોને બોર્ડમાં સામેલ કરવા જોઈએ? આ સવાલનો જવાબ બધાએ નામાં આપ્યો હતો. ઘણા જાણકાર અને બુદ્ધિજીવી લોકોએ NCLT અને NCLAT નામની સંસ્થામાં વિશ્વાસનો અભાવ છે તેમ કહેતા દેશની ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ વ્યક્ત કરતા શેર હોલ્ડરને કોર્ટમાં અરજી કરવાનું સૂચન કર્યું છે. 


સાધુ સમાજે કહ્યુ કે, ઝીને દરરોજ દેશ-વિદેશમાં 140 કરોડ લોકો જુએ છે. તેને સંપૂર્ણ પારદર્શિતા અને વિચારીને અન્ય કોઈને સોંપવું જોઈએ બાકી નહીં. ત્યાં સુધી ઇન્વેસ્કો ઝીને કંટ્રોલ લીધા બાદ પોતાની યોજના જાહેર ન કરે ત્યાં સુધી મતદાન કરવાની બેઠકનું આયોજન કરવામાં આવે નહીં. પબ્લિક શેર હોલ્ડર, સોની અને ઇન્વેસ્કો બંનેની યોજનાની સમીક્ષા એક સાથે કરે, તેની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.


સાધુ સમાજે કહ્યુ કે, આ પત્ર દ્વારા અમે ભારત સરકાર, બધી સંબંધિત સરકાર સંસ્થાઓ, ઇન્વેસ્કો કંપની, તેની પાછળ છુપાયેલી મીડિયા કંપની, ડો. સુભાષ ચંદ્રાના પરિવાર તથા ઝીના શેર હોલ્ડર, આ બધાને પ્રાર્થના કરીએ છીએ કે બધા મળીને કોઈ રસ્તો કાઢે તથા ZEE ને તેના મેનેજમેન્ટ જેના પર દેશના કરોડો દર્શકોનો વિશ્વાસ છે તેને નિરંતર બનાવી રાખે. તેમાં બધાનો લાભ છે. જો આમ થશે નહીં તો અમે બધા મળીને કોર્ટમાં જશું તથા યોગ્ય નિર્ણય માટે પ્રાર્થના કરીશું. 


શું છે મામલો?
ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ  (ZEEL) માં ઇન્વેસ્કો રોકાણકાર છે અને SONY પિક્ચર્સ સાથે ડીલ બાદ સતત બોર્ડમાં ફેરફારની જીદ કરી રહ્યું છે. પરંતુ આ જીદની પાછળ કોઈ અન્ય કોર્પોરેટનો ગાથ છે. તે સિવાય ચીનનું પણ ષડયંત્ર જોવા મળી રહ્યું છે. ઇન્વેસ્કોને પ્યાદુ બનાવીને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. SONY પિક્ચર્સ સાથે સારી ડીલમાં વિઘ્ન પાડવાની ચાલ છે. ઇન્વેસ્કો અનેક સવાલોના ઘેરામાં છે. ખુદ Zee Entertainment ના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ તેના પર ઇન્વેસ્કોને સવાલ કર્યા છે. ચીનના ષડયંત્રને નિષ્ફળ કરવા માટે દેશહિતમાં બધાએ સાથે આવવું પડશે. #DeshKaZee પર ટ્વિટ કરી તમે પણ ચીન વિરુદ્ધ મુહિમમાં ભાગ બની શકો છો. 


ડો. સુભાષ ચંદ્રાએ કહ્યુ કે, દેશના સાધુ સમાજે મને એક પત્ર મોકલ્યો છે. ડો. ચંદ્રાએ કહ્યુ કે, હું તમામ મીડિયાને વિનંતી કરુ કે તેને બધા પબ્લિશ કરે જેથી દેશની જનતા શું ઈચ્છે છે તે વાત બધા જાણે અને ઇન્વેસ્કોને પણ તેની જાણકારી મળે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube