ભોપાલ : મધ્યપ્રદેશની ભોપાલ સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પહેલા સાધ્વી પ્રજ્ઞાએ જુના ભોપાલથી ભવાનીચોક સુધી રોડ શો કર્યો જો કે આ દરમિયાન તેમને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા હતા. જો કે કાળા ઝંડા દેખાડ્યા બાદ ત્યાં ભારે હોબાળો થયો હતો. ભાજપના કાર્યકર્તાઓએ ઝંડા દેખાડનારા લોકોને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ બંન્ને યુવકોને પોલીસને સોંપી દેવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવા અંગે પાર્ટીનો નિર્ણય માનીશ: પ્રિયંકા ગાંધી

જો કે આ બંન્ને યુવકો કોણ છે તેની ઓળખ હજી સુધી થઇ શકી નથી. પોલીસે બંન્નેની અટકાયત કરી છે. હાલ પોલીસ સ્ટેશનમાં બંન્નેની પુછપરછ ચાલી રહી છે. સાધ્વી પ્રજ્ઞાએ સોમવારે વિશેષ મુહર્તનાં આધારે ઉમેદવારી દાખલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોક્કસ ગ્રહદશાને ધ્યાને રાખીને તેમણે સોમવારે ઉમેદવારી દાખલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની સામે કોંગ્રેસે દિગ્વિજયસિંહને ઉતાર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાનાં વિવાદાસ્પદ નિવેદનોનાં કારણે વારંવાર સમાચારોમાં છવાયેલા રહેતા દિગ્વિજયસિંહ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા છે. આ ઉપરાંત તેમની સ્થાનિક સ્તરે પણ મજબુત પકડ છે.