પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવા અંગે પાર્ટીનો નિર્ણય માનીશ: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના માહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે કહ્યું કે, વારણસી લોકસભા સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાનો અંગે તેઓ પાર્ટીનો નિર્ણય માનશે. 

પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવા અંગે પાર્ટીનો નિર્ણય માનીશ: પ્રિયંકા ગાંધી

રાયબરેલી/અમેઠી: કોંગ્રેસના માહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે કહ્યું કે, વારણસી લોકસભા સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાનો અંગે તેઓ પાર્ટીનો નિર્ણય માનશે. 

પ્રિયંકાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, શું તેઓ વારણસીમાં મોદીની સામે ચૂંટણી લડશે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ‘ હું સતત કહી રહી છું કે હું એ જ કરીશ જે પાર્ટી મને કરવા માટે કહેશે’

પ્રિયંકાએ સોમવારે અમેઠી અને રાયબરેલીના બે દિવસીય પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે દેશની જનતા દુખી છે. અને પીડિત હોવાનો અહેસાસ કરી રહી છે. જનતા પણ હવે પરિવર્તન ઇચ્છે છે. તેના પ્રવાસ દરમિયાન બીજા દિવસે તે ગૌરીગંજમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી.

વડાપ્રધાને 5 વર્ષમાં સૌથી વધારે આદિવાસીઓને નુકસાન પહોંચાડ્યું: રાહુલ ગાંધી

જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અનિલ સિંહે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી ગૌરીગંજ કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના પદાઅધિકારીઓ સાથે બેઠક કરી હતી. પ્રિયંકા સાંજે 6 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થશે.

ઉલ્લેખનિય છે, કે પ્રિયંકાએ સોમવારે ફુરસતગંજ ચારરસ્તા પર આયોજીત નુક્કડ સભામાં કહ્યું કે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની જનતાને ખોટું કહી રહી છે, કે રાહુલ અમેઠી નથી આવતા. અહિના લોકોને સાચી વાતની જાણ છે. જનતા એ પણ જાણે છે, કે કોના દિલમાં અમેઠી છે. અને કોના દિલમાં નથી. ચૂંટણી ઘણાં બધા બહારના લોકો આવી ગયા છે. 

તેમણે કહ્યું કે, ‘સ્મૃતિ ઇરાનીએ લોકોને ચંપલ વેચ્યા, એ કહેવા માટે કે અમેઠીના લોકો પાસે પહેરવા માટે ચંપલ પણ નથી, તે વિચારી રહ્યા છે, કે આવુ કરવાથી તે રાહુલ ગાંધીને અપમાનીત કરી શકશે. તે અમેઠીનું અપમાન કરી રહી છે. અમેઠી અને રાયબરેલીની જનતાએ ક્યારેય કોઇ પાસેથી ભીખ નથી માંગી.’

પ્રિયંકાએ કહ્યું ‘ તમે આમને સીખવાડો કે અમેઠી અને રાયબરેલીના લોકો તેમનું સન્માન કરે છે. કોઇ પાસેથી ભીખ નથી માંગતા. ભીખ માંગવી હોય તો એ લોકો ખુદ તમારી પાસેથી વોટની ભીખ માંગે.’
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news