નવી દિલ્હીઃ ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે રવિવારે એક પત્રકાર પરિષદ યોજી દરેક સવાલોના જવાબ આપ્યા છે. ગોંડામાં રેસલિંગ ચેમ્પિયનશિપ કરાવવાના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું- દરેક ફેડરેશનના લોકોએ હાથ ઉંચા કરી દીધા કે અમે તેને ન ચલાવી શકીએ. 15-20 વર્ષના બાળકોનું ભવિષ્ય ખરાબ ન થાય તેથી આ ટૂર્નામેન્ટને નંદનીનગરમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ચાર દિવસમાં ટૂર્નામેન્ટ કરાવવાની હતી. દેશના 25ના 25 ફેડરેશને હાથ ઉંચા કરી દીધા અને 31 ડિસેમ્બર સુધી આ ટૂર્નામેન્ટ કરાવવાની હતી. 


સરકારને કર્યો આ આગ્રહ
તેમણે કહ્યું- અમારી પાસે નંદનીનગરમાં અમારૂ સારૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. દરેક ફેડરેશને તેના પર પોતાની સહમતિ આપી. હજુ પણ હું સરકારને આગ્રહ કરુ છું કે તે આ ટૂર્નામેન્ટને પોતાની દેખરેખમાં કરાવે. મેં 12 વર્ષમાં કેવું કામ કર્યું તેનું મૂલ્યાંકન મારૂ કામ કરશે. હું રેસલિંગમાંથી સંન્યાસ લઈ ચુક્યો છું. હવે આ ચૂંટાયેલા લોકો નિર્ણય લેશે. મારે લોકસભા ચૂંટણી આવી રહી છે, તેની તૈયારી કરવી છે. હવે જે નવી બોડી આવી છે તે નક્કી કરશે કે તેણે કોર્ટમાં જવુ છે કે સરકાર સાથે વાત કરવી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube