નવી દિલ્હી: રિટેલ વેપારીઓના સંગઠન CAIT(Trader's body Confederation of All India Traders)એ રવિવારે જણાવ્યું કે આ વખતે દિવાળી સમયે દેશભરના મોટા બજારોમાં લગભગ 72000 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે. CAITના જણાવ્યાં મુજબ આ વખતે દિવાળીમાં ચાઈનીઝ સામાનના બહિષ્કાર માટે CAITના આહ્વાન પર કોઈ ચીની સામાનનું વેચાણ થયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની નીતિ સમજવાની-સમજાવવાની, જો અજમાવશો તો પ્રચંડ જવાબ મળશે: PM મોદી


ચીનને ભારે નુકસાન
CAITએ એક નિવેદનમાં કહ્યું કે 20 અલગ અલગ શહેરોથી ભેગા કરાયેલા રિપોર્ટ્સ મુજબ, કે જેમને ભારતના અગ્રણી વિતરણ કેન્દ્ર(leading distribution centers)  ગણાય છે, આશા છે કે દિવાળી તહેવાર સમયે વેચાણમાં લગભગ 72,000 કરોડ રૂપિયાનો વેપાર થયો અને ચીનને 40,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, કોલકાતા, નાગપુર, રાયપુર, ભુવનેશ્વર, રાંચી, ભોપાલ, લખનઉ, કાનપુર, નોઈડા, જમ્મુ, અમદાવાદ, સુરત, કોચી, જયપુર, ચંડીગઢ સહિત 20 શહેરોને વિતરણ શહેર ગણવામાં આવે છે. 


BJP એ નવા રાજ્ય પ્રભારીઓની યાદી જાહેર કરી, આ ધૂરંધર નેતા સંભાળશે ગુજરાતનો પ્રભાર


CAITએ  કહ્યું કે દિવાળીના તહેવાર દરમિયાન વાણિજ્ય બજારોમાં થયેલું જબરદસ્ત વેચાણ ભવિષ્યમાં લોકલ બિઝનેસની સારી સંભાવનાઓ અંગે સંકેત આપે છે. આથી હવે દેશના વેપારીઓના ચહેરા પર કઈંક હાસ્ય પાછું ફરી શકે છે. એફએમસીજી સામાન, consumer durables, વિજળીના ઉપકરણો અને સામાન, ઈલેક્ટ્રોનિક ઉપકરણ, રસોડાના સામાન, ભેંટની વસ્તુઓ, મીઠાઈ, ઘરની સજાવટ, ટેપેસ્ટ્રી, વાસણો, સોનું અને આભૂષણો, જૂતા, ઘડિયાળો, ફર્નિચર દિવાળી સમયે સૌથી વધુ વેચાનારી વસ્તુઓ છે. કપડાં, ફેશન અપેરલ્સ, હોમ ડેકોરેશન્સના સામાનની પણ ખરીદી થઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube