ભારતની નીતિ સમજવાની-સમજાવવાની, જો અજમાવશો તો પ્રચંડ જવાબ મળશે: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે દિવાળી ઉજવવા માટે રાજસ્થાનના જૈસલમેરની લોંગવાલા પોસ્ટ પર પહોંચ્યા છે. તેમણે ભારતીય સેનાના બહાદુર જવાનો દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તમે ભલે બર્ફીલી પહાડીઓ પર રહો કે પછી રણમાં, મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે.

ભારતની નીતિ સમજવાની-સમજાવવાની, જો અજમાવશો તો પ્રચંડ જવાબ મળશે: PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આ વર્ષે દિવાળી ઉજવવા માટે રાજસ્થાનના જૈસલમેરની લોંગવાલા પોસ્ટ પર પહોંચ્યા છે. તેમણે ભારતીય સેનાના બહાદુર જવાનો દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તમે ભલે બર્ફીલી પહાડીઓ પર રહો કે પછી રણમાં, મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે. પીએમ મોદીએ સૈનિકોને કહ્યું કે તમારા ચહેરા પર રોનક જોઉ છું, તમારા ચહેરા પર ખુશીઓ જોઉ છું તો મને બમણી ખુશી થાય છે. ઈશારા ઈશારામાં ચીન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે વિસ્તારવાદ એક પ્રકારની માનસિક વિકૃતિ છે અને અઢારમી શતાબ્દીની સોચ છે. આ સાથે તેમણે કડક શબ્દોમાં કહ્યું કે ભારત સમજવા અને સમજાવવામાં વિશ્વાસ રાખે છે. પણ જો અજમાવવાની કોશિશ કરી તો જવાબ પણ પછી પ્રચંડ મળશે. 

— ANI (@ANI) November 14, 2020

પ્રચંડ જવાબ આપવામાં સક્ષમ
પીએમ મોદીએ દુશ્મનોને ચેતવણી આપતા કહ્યું કે ભારત પ્રચંડ જવાબ આપવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે આજે ભારતની રણનીતિ સ્પષ્ટ છે. આજનું ભારત સમજવાની અને સમજાવવાની નીતિ પર વિશ્વાસ ધરાવે છે. પરંતુ જો અમને અજમાવવાની કોશિશ થઈ તો જવાબ પણ એટલો જ પ્રચંડ મળશે. તેમણે કહ્યું કે સરહદ પર રહીને તમે જે ત્યાગ  કરો છો, તપસ્યા કરો છો તે દેશમાં એક વિશ્વાસ પેદા કરે છે. એ વિશ્વાસ હોય છે કે મળીને મોટામાં મોટા પડકારનો મુકાબલો થઈ શકે છે. 

— ANI (@ANI) November 14, 2020

વિસ્તારવાદી તાકાતોના બહાને ચીન પર પ્રહાર
પીએમ મોદીએ ચીનનું નામ તો નથી લીધુ પરંતુ તેની વિસ્તારવાદી વિચારધારા પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, "આજે આખુ વિશ્વ વિસ્તારવાદી તાકાતોથી પરેશાન છે. વિસ્તારવાદ, એક પ્રકારે માનસિક વિકૃતિ છે અને અઢારમી સદીની સોચ દર્શાવે છે. આ સોચ વિરુદ્ધ પણ ભારત એક પ્રખર અવાજ બની રહ્યો છે." પીએમ મોદીએ કહ્યું કે, "આજે દુનિયા જાણે છે અને સમજે છે કે આ દેશ પોતાના હિતો સાથે કોઈ પણ કિંમતે રત્તીભર સમાધાન કરશે નહીં. ભારતનો આ રૂતબો આ કદ તમારી શક્તિ અને તમારા પરાક્રમના કારણે છે. તમે દેશને સુરક્ષિત કર્યો છે. આથી આજે ભારત વૈશ્વિક મંચો પર પ્રખરતાથી પોતાની વાત રજૂ કરે છે."

હું દરેક દેશવાસીઓની શુભકામનાઓ લાવ્યો છું
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે હું આજે તમારી વચ્ચે પ્રત્યેક ભારતીયની શુભકામના લઈને આવ્યો છું. તમારા માટે પ્રેમ લઈને આવ્યો છું. આશીષ લઈને આવ્યો છું. હું આજે તે વીરોની માતાઓ અને બહેનો તથા બાળકોને પણ દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છુ. તેમના ત્યાગને નમન કરું છું. જેમના પોતાના સરહદે છે. તેમણે કહ્યું કે તમારા શૌર્યને નમન કરતા આજે ભારતના 130 કરોડ દેશવાસીઓ તમારી સાથે મજબૂતાઈથી પડખે ઊભા છે. આજે દરેક ભારતીયને આપણા સૈનિકોની તાકાત અને શૌર્ય પર ગર્વ છે. તેમને તમારી અજેયતા પર, તમારી અપરાજયતા પર ગર્વ છે. 

— ANI (@ANI) November 14, 2020

'આક્રાંતાઓનો મુકાબલો કરનારા રાષ્ટ્રો જ આગળ વધ્યા'
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે દુનિયાનો ઈતિહાસ જણાવે છે કે માત્ર એ જ રાષ્ટ્રો સુરક્ષિત રહ્યા છે  અને આગળ વધ્યા છે જેમની અંદર આક્રાંતાઓનો મુકાબલો કરવાની ક્ષમતા હતી. ભલે આંતરરાષ્ટ્રીય સહયોગ ગમે તેટલો આગળ કેમ ન વધ્યો હોય, સમીકરણો ગમે તેટલા બદલાયા હોય, પરંતુ આપણે ક્યારેય ભૂલી ન શકીએ કે સતર્કતા જ સુરક્ષાની રાહ છે. સજાગતા જ સુખ ચેનનો સંબલ છે. સામર્થ્ય જ વિજયનો વિશ્વાસ છે. સક્ષમતા જ શાંતિનો પુરસ્કાર છે. 

— ANI (@ANI) November 14, 2020

ડિફેન્સમાં વોકલ ફોર લોકલની અપીલ
પીએમ મોદીએ રક્ષા ક્ષેત્રમાં લેવાયેલા નવા નિર્ણયો અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે હાલમાં જ આપણી સેનાઓએ નિર્ણય લીધો છે કે તેઓ 100થી વધુ હથિયારો અને સાધન સામગ્રીને વિદેશથી નહીં મંગાવે. હું સેનાઓના આ નિર્ણયને બિરદાવું છું. સેનાના આ નિર્ણયથી દેશવાસીઓને પણ લોકલ માટે વોકલ થવાની પ્રેરણા મળે છે. તેમણે દેશના યુવાઓને કહ્યું કે હું આ જે દેશના યુવાઓને દેશની સેનાઓ માટે નિર્માણ કરવાનું આહ્વાન કરું છું. હાલના દિવસોમાં અનેક સ્ટાર્ટ અપ્સ સેનાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે આગળ આવ્યા છે. ડિફેન્સ સેક્ટરમાં યુવાઓ માટે નવા સ્ટાર્ટ અપ્સ દેશને આત્મનિર્ભરતા મામલે ઝડપથી આગળ લાવશે. 

પીએમ મોદીના દિવાળી પર ત્રણ આગ્રહ
પીએમ મોદીએ ને દિવાળી પર ત્રણ આગ્રહ પણ કર્યા. તેમણે કહ્યું કે આજના દિવસે હું તમારી પાસે ત્રણ આગ્રહ કરાવવા માંગુ છું. પહેલો એ કે કઈક ને કઈ નવું ઈનોવેટ કરવાની આદત તમારી રોજબરોજની જિંદગીનો હિસ્સો બનાવો. આજકાલ અનેક નવી જગ્યાઓ પર આપણા જવાન મહત્વપૂર્ણ ઈનોવેશન્સ કરી રહ્યા છે. બીજો- યોગને તમારા જીવનનો હિસ્સો બનાવી રાખો. ત્રીજો તમારી માતૃભાષા, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ઓછામાં ઓછી એક વધુ ભાષા જરૂર શીખો. પછી જૂઓ આ વાતો તમારામાં એક નવી ઊર્જાનો સંચાર કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news