નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદને લાગે છે કે પાર્ટીએ ભાજપની જેમ મોટું વિચારવું જોઈએ. તો જ તે હાલની સ્થિતિમાંથી બહાર નીકળી શકે છે. ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસે આવા નિરાશાવાદી દ્રષ્ટિકોણને ન અપનાવવો જોઈએ કે તે ખુબ નાની અને નબળી પડી ગઈ છે અને પોતાની ગુમાવેલી જમીન મેળવી શકતી નથી. તેણે ભાજપની જેમ મોટું વિચારવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાંથી બોધપાઠ મળ્યો
ન્યૂઝ એજન્સી PTI ને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાન ખુર્શીદે કહ્યું કે મે પશ્ચિમ બંગાળ અને અસમથી એક વસ્તુ શીખી છે કે તમારે એ ક્યારેય સ્વીકારવું જોઈએ નહીં કે તમે ખુબ નાના છો, નબળા છો અને કોઈ વિસ્તાર કે રાજ્યમાં કઈ મોટું કરી શકો તેમ નથી. તેમણે વધુમાં કહ્યું કે મારું માનવું છે કે ભાજપ એ જગ્યાઓ પર મોટા વિચાર સાથે ઉતરી કે જ્યાં તેનું કોઈ અસ્તિત્વ નહતું. 


વિશ્વાસ જ પાર લગાવશે નૈયા
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે કોંગ્રેસે આવો નિરાશાવાદી દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ નહીં. કે તે પોતાની વધુ પડતી જમીન ગુમાવી ચૂકી છે અને તેને ફરીથી મેળવી શકે તેમ નથી. ખુર્શીદે કહ્યું કે મને લાગે છે કે પ્રતિબદ્ધતા અને વિશ્વાસ સાથે જ આપણે એ કરી શકીએ છીએ અને આપણે કરવું પણ જોઈએ. તેમણે એ વાત પર સહમતિ વ્યક્ત કરી કે પશ્ચિમ બંગાળમાં લોકોએ એક રણનીતિ સાથે મતદાન કર્યું જેના કારણે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સફાયો થઈ ગયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube