નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે ગત્ત શનિવારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનાં સાહસનાં વખાણ કરતા ટ્વીટ કર્યું. જો કે સલમાન ખુર્શીદ પોતાનાં આ ટ્વીટનાં કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, દુશ્મનની આક્રમકતાની સામે ભારતીય પ્રતિરોધનાં ચહેરા વિંગ કમાન્ડર અભિનંદનને શુભકામનાઓ. અમને તે વાતનો ગર્વ છે કે વર્ષ 2004માં એરફોર્સમાં સમાવેશ થયા અને યુપીએનાં શાસનકાળ દરમિયાન એક મેચ્યોર ફાઇટર પાયલોટ બન્યા. આ ટ્વીટથી લાગી રહ્યું હતું કે તેઓ વિંગ કમાન્ડરનાં શોર્યનો શ્રેય લેવા ઇચ્છે છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે તેઓ સોશિયલ મીડિયા અંગે લોકોનાં નિશાન પર આવી ગયા અને તેમની ભારે આલોચના થઇ રહી છે. સલમાન ખુર્શીદે રવિવારે પોતાનાં નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. જો કે તેઓ પોતાનાં નિવેદન પર યથાવત્ત રહે અને કહ્યું કે, તેમણે જે કાંઇ પણ લખ્યુ, તે સાચુ છે. ખુર્શીદે સ્પષ્ટતા કરતા કહ્યું કે મે તેમ નહોતું કહ્યું કે, એટેક મારા કાર્યાલયમાં થયો. મે તેમ પણ કહ્યું હતું કે, જે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. (વિંગ કમાન્ડર અભિનંદન) તેઓ યુપીએનાં શાસનકાળમાં એરફોર્સ સાથે જોડાયેલા હતા. મે માત્ર સત્ય કહ્યું છે.  મે કોઇ ક્રેડિટ નથી લીધી. 



ખુર્શીદે શનિવારે ટ્વીટ કરતા લખ્યું હતું કે, દુશ્મનની આક્રમકતાની સામે ભારતીય પ્રતિરોધનાં ચહેરાવિંગ કમાન્ડર અભિનંદનને ખુબ જ શુભકામના. આકરા સમયમાં પણ તેમણે શાનદાર સંતુલન અને આત્મવિશઅવાસનું પ્રદર્શન કર્યું. અમને તે વાતનો ગર્વ છે કે તેઓ વર્ષ 2004માં એરફોર્સમાં જોડાયા અને સંયુક્ત પ્રગતિશિલ ગઠબંધન (યુપીએ)નાં શાસનકાળ દરમિયાન એક મેચ્યોર ફાઇટર પાયલોટ બન્યા. આ તરફ આમ આમ આદમી પાર્ટીનાં પુર્વ નેતા કુમાર વિશ્વાસે પણ ખુર્શીદ પર વ્યંગ કર્યો છે.