નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકનાં વ્યક્તિઓ પૈકી એક ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ મંગળવારે કહ્યું કે, રાજીવ ગાંધીની સરકારમાં દૂરસંચાર ક્રાંતી થઇ હતી, પરંતુ આ લોકસભા ચૂંટણી બાદ જો રાહુલ ગાંધીની સરકાર આવશે તો દેશનાં અનેક ક્ષેત્રોમાં ક્રાંતી (મલ્ટીપલ રિવોલ્યુશન) આવશે. તેમણે પીટીઆઇ ભાષાને આપેલા એક ઇન્ટરવ્યું દરમિયાન દાવો કર્યો કે ગાધીનાં નેતૃત્વમાં સરકાર બને છે તો દેશ 10 ટકાનો વિકાસદરથી આગળ વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ યુવાનને PM મોદીની 3 અપીલ

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં કોંગ્રેસના પ્રચારમાં જોડાયેલા પિત્રોડાએ મોદી સરકારનાં આર્થિક વિકાસ સાથે જોડાયેલા દાવા મુદ્દે તેના પર નિશાન સાધતા કહ્યું કે, આ લોકો અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા ડેટાની સાથે છેડછાડ કરી છે. તમે જમીન પર જઇને લોકોની સાથે વાતચીત કરશો તો ખ્યાલ આવશે કે લોકો પાસે નોકરી નથી. લોકોનાં ધંધાવેપાર પણ નથી ચાલી રહ્યા. 
URI ફેઇમ 'રાજનાથ સિંહનું' નિધન, સિંટાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી અર્પી

પિત્રોડાએ કહ્યું કે, 10 ટકાનો વિકાસ દર શક્ય છે. જો રાહુલજીનાં નેતૃત્વમાં સરકાર બને છે તો અમે 10 ટકાનાં દરેક વિકાસ દરશક્ય બનાવીશું. અમે નવ યુવાનોની ઉર્જાનો સદઉપયોગ કરીશું. અમે સુનિશ્ચિત કરીશું કે નવા અને યુવા ઉદ્યોગસાહસીકોને સરકારના કોઇ પણ પ્રકારના હસ્તક્ષેપ વગર તક મળે. રોકાણ માટે યોગ્ય વાતાવરણ બનાવવામાં આવશે. એવા નેતા ન જોઇએ જે માત્ર ભાષણબાજી જ કરતો હોય. 



એક સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, રાહુલ સરકાર આવશે તો અનેક ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવશે. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવીને વિશ્વ ગુરૂ બની શકે છે. અમે સ્વાસ્થયનાં ક્ષેત્રમાં સૌથી આગળ હોઇ શકીએ છીએ. અમે સાઇબર સુરક્ષા ક્ષેત્રમાં આગેવાન હોઇ શકીએ છીએ. અમે 10 વર્ષમાં  આ દેશને બદલી શકીએ છીએ.