URI ફેઇમ 'રાજનાથ સિંહનું' નિધન, સિંટાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી અર્પી

ઉરી ફિલ્મમાં રાજનાથ સિંહનું પાત્ર નિભાવનારા નવતેજ હુંડલના મૃત્યુ અંગેનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી

URI ફેઇમ 'રાજનાથ સિંહનું' નિધન, સિંટાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી અર્પી

મુંબઇ : વિક્કી કૌશલ(Vicky Kaushal) ની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક Uri: The Surgical Strike (2019) માં ગૃહમંત્રી રાજનાથ સિંહનો રોલ નિભાવનારા નવતેજ હુંડલ (Navtej Hundal) નું નિધન થઇ ગયું છે. નવતેજનાં નિધનનુ કારણ જો કે હજી સુધી બહાર નથી આવ્યું. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને સોશિયલ મીડિયા પર આ અંગે દુખદ સમાચારની માહિતી આપી. નવતેજનાં નિધનથી ટીવી સહિત બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. 

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (સિંટા) એ ટ્વીટ કરીને જણાવ્યું કે, સિંટા નવતેજ હુંડલનાં નિધન અંગે શોક વ્યક્ત કરે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ફિલ્મમાં એક્ટિંક કરવા ઉપરાંત હુંડલ એક્ટિગ ક્લાસ પણ ચલાવતા હતા. એક્ટરના પરિવારમાં એક પુત્રી ને પત્ની છે. નવતેજ હુંડલની પુત્રી પણ અભિનેત્રી છે. એકતા કપૂરની સીરિયર યે હે મહોબ્બતેમાં મિહિકાનું પાત્ર નિભાવી રહી છે. અસલમાં તેનું નામ અવંતિકા હુંડલ છે. 

યોગી આદિત્યનાથે વિપક્ષ પર કર્યો પ્રહાર
હુંડલ ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રીય હતા. તેઓ અનેક ફિલ્મોમાં જોવા પણ મળી ચુક્યા છે. જેમાં ખલનાયક, તેરે મેરે સપને, ધ વિસ્પર્સનો સમાવેશ થાય છે. આખરી વખત હુંડલ ઉરી ફિલ્મમાં રાજનાથ સિંહનાં રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં વિક્કી કૌશલ, મોહિત રૈના, પરેશ રાવલ, યામી ગૌતમ, કીર્તિ કુલ્હારી, રજત કપુર ઉપરાંત અનેક દમદાર અભિનેતાઓ હતા. 

ઉરી ફિલ્મનું કલેક્શન 200 કરોડને પાર પહોંચ્યું હતું. આ ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા પણ અને અનેક રેકોર્ડ તોડ્યા પણ હતા. બીજી તરફ વિક્કી કૌશલની એક્ટિંગના પણ ખુબ જ વખાણ થયા હતા. ઉરી ફિલ્મ આ વર્ષે 11 જાન્યુઆરીએ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને આદિત્ય ધરે ડાયરેક્ટર કરી હતી. આ અગાઉ વિક્કી કૌશલે મનમર્જિયા અને સંજુ ફિલ્મ કરી હતી. જો કે ઉરી ફિલ્મથી તેને અનોખી ઓળખ મળી હતી.

— CINTAA_Official (@CintaaOfficial) April 8, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news