કોંગ્રેસે કેમ PM મોદી સામે પ્રિયંકાને મેદાનમાં ન ઉતાર્યા? સામ પિત્રોડાએ કર્યો મોટો ખુલાસો
લોકસભા ચૂંટણી 2019ને લઈને ત્રણ તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. 29મી એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના વારાણસીની બેઠક ચર્ચાનો વિષય બની છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને ત્રણ તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. 29મી એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના વારાણસીની બેઠક ચર્ચાનો વિષય બની છે. આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક માટે ઉમેદવારીપત્ર ભર્યું. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે ગુરુવારે શહેરમાં મેગા રોડ શો પણ કર્યો. વારાણસી બેઠક માટે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીની સંભવીત ઉમેદવારીને લઈને પણ અટકળો ખુબ જ હતી. પ્રિયંકા પોતે અનેકવાર કહી ચૂક્યા હતા કે જો પાર્ટી કહેશે તો તેઓ ત્યાંથી ચૂંટણી લડશે. પરંતુ તેમના નામની જગ્યાએ અચાનક જ ગઈ કાલે અજય રાયની જાહેરાત થઈ.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...