લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) એ આજે 5 ઓગસ્ટના રોજ અયોધ્યા (Ayodhya)માં શ્રીરામ મંદિર જન્મભૂમિ પૂજન પહેલાં એક ટ્વિટમાં લખ્યું કે હું આશા કરું છું કે આજની અને ભવિષ્યની પેઢીઓ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામ દ્વારા બતાવવામાં આવેલા માર્ગ અને શાંતિ માટે મર્યાદાનું પાલન કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિર પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


અખિલેશ યાદવે કર્યું ટ્વિટ


'જય મહાદેવ જય સિયા-રામ
જય રાધે-કૃષ્ણ જય હનુમાન
ભગવાન શિવના કલ્યાણ, શ્રીરામના અભયત્વ તથા શ્રીકૃષ્ણના ઉન્મુક્ત ભાવથી બધુ પરિપૂર્ણ રહે!
આશા છે કે વર્તમાન તથા ભવિષ્યની પેઢીઓ પણ પુરૂષોત્તમના બતાવવામાં આવેલા માર્ગને અનુરૂપ સાચા મનથી બધાની ભલાઇ તથા શાંતિ માટે મર્યાદાનું પાલન કરશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube