લખનઉ: યુપી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા સમાજવાદી પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટી નેતાઓ સાથે તેને લખનઉમાં જાહેર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખિલેશ યાદવે કહ્યું, 'અમે સત્યના વચન અને અટલ વચન સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. સપા દ્વારા જે પણ વચનો આપવામાં આવ્યા છે, તે સરકાર બની ત્યારે ચોક્કસપણે પૂર્ણ થયા છે. હું આજે યુપીના ખેડૂતો અને જનતાની સામે વચન પત્ર મૂકી રહ્યો છું.


ખેડૂતોને ધ્યાનમાં રાખીને અખિલેશે કહ્યું, 'તમામ ખેડૂતોના પાકની MSP નક્કી કરવામાં આવશે. શેરડીના ખેડૂતોને 15 દિવસમાં ચૂકવણી કરવામાં આવશે. 4 વર્ષમાં તમામ ખેડૂતોને દેવામુક્ત કરવામાં આવશે. ખેડૂતોને 2 થેલી ડીએપી અને 5 બેગ યુરિયા વિનામૂલ્યે આપવામાં આવશે. ખેડૂતોને સિંચાઈની વીજળી વિનામૂલ્યે આપવામાં આવશે. ગયા વર્ષે આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોની યાદમાં ખેડૂત સ્મારક બનાવવામાં આવશે.

PF New Rules: 1 એપ્રિલથી PF એકાઉન્ટ્સ પર પણ લાગશે ટેક્સ, જાણ તમારા પર પડશે અસર


તેમણે કહ્યું કે, તમામ BPL પરિવારોને દર વર્ષે 2 સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. છોકરીઓનું કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત કરવામાં આવશે. કન્યા વિદ્યા ધન આપવામાં આવશે અને ઇન્ટરમીડિયેટ પાસ થવા પર દીકરીઓને 36,000 રૂપિયા એકસાથે આપવામાં આવશે. સમાજવાદી કેન્ટીન અને કરિયાણાની દુકાનો શરૂ કરવામાં આવશે. જરૂરિયાતમંદ લોકોને 10 રૂપિયામાં સમાજવાદી થાળી આપવામાં આવશે અને કરિયાણાની દુકાન કરતા ઓછા દરે રાશન આપવામાં આવશે.


યુપીમાં કાયદો અને વ્યવસ્થા અંગે અખિલેશ યાદવે કહ્યું, 'એક વર્ષમાં તમામ ગામો અને શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. રાજ્યમાં ડાયલ 112ને વધુ મજબૂત બનાવવામાં આવશે. તમામ પોલીસ સ્ટેશનો અને તાલુકાઓને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવામાં આવશે. મહિલાઓ વિરુદ્ધ અપરાધ પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.


શિક્ષણ પર અખિલેશ યાદવે વચન આપ્યું હતું કે, 'અમે દરેક જિલ્લામાં મોડલ સ્કૂલ બનાવીશું. તમામ 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ વિનામૂલ્યે આપવામાં આવશે. આ સાથે તમામ ગરીબોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને તમામ પરિવારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. રાજ્યમાં 24 કલાક વીજ પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. શહેરોમાં ફ્રી વાઈ-ફાઈ ઝોન સ્થાપિત કરવામાં આવશે અને યુપીમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube