રાજસ્થાનમાં ફોન ટેપિંગ પર બબાલ, ભાજપે કરી CBI તપાસની માગ
સંબિત પાત્રાએ કહ્યુ, હાઈકમાનથી લડાઈ હાઈકોર્ટ સુધી પહોંચી છે. કોંગ્રેસના ઘરની લડાઈ રસ્તા પર પહોંચી ગઈ છે. પાત્રાએ કહ્યુ, અશોક ગેહલોતના મુખ્યમંત્રી બન્યા બાદ શીતયુદ્ધની સ્થિતિ બની રહી.
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે, કોંગ્રેસ સરકાર રાજકીય નાટક કરી રહી છે. તેમણે કહ્યુ, રાજસ્થાનમાં કહેવાતા વિરુદ્ધ પ્રત્યક્ષનો મામલો છે. હાઈકમાનથી લડાઈ હાઈકોર્ટ સુધી પહોંચી છે. કોંગ્રેસના ઘરની લડાઈ રસ્તા પર પહોંચી ગઈ છે. પાત્રાએ કહ્યુ, અશોક ગેહલોતના મુખ્યમંત્રી બન્યા બાદ શીતયુદ્ધની સ્થિતિ બની રહી. પાત્રાએ આ મામલામાં સીબીઆઈ તપાસની માગ કરી છે.
સંબિત પાત્રાએ કહ્યુ, રાજસ્થાનમાં કોંગ્રેસનું રાજકીય નાટક અમે જોઈ રહ્યાં છીએ. આ ષડયંત્ર, જૂઠ અને કાયદાને માચડે ચડાવીને કઈ રીતે કામ કરવામાં આવે તેનું મિશ્રણ છે. ત્યાં જે રાજકીય નાટક રમવામાં આવી રહ્યું છે, તે આ મિશ્રણ છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યુ, રાજસ્થાનની સરકાર 2018માં બની, અશોક ગેહલોત જી મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ એક કોલ્ડ વોરની સ્થિતિ કોંગ્રેસ પાર્ટીની સરકારમાં બની રહી. કાલે ગેહલોતજીએ સ્વયં મીડિયાની સામે આવીને કહ્યુ કે, 18 મિહિનાથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો નથી. પાત્રાએ પૂછ્યુ, શું ફોન ટેપિંગ કરવામાં આવ્યું, રાજસ્થાન સરકારે તેનો જવાબ આપવો જોઈએ. જ્યારે ફોન ટેપિંગ થઈ તો શું તે સંવેદનશીલ અને કાયદાકીય મામલો ન બને?
દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 34,884 નવા કેસ, 671 લોકોના મૃત્યુ
ભાજપના પ્રવક્તાએ પૂછ્યુ કે શું તમે ફોન ટેપ કરી રહ્યાં છો જે કોઈ બીજી પાર્ટીના સભ્ય છે. શું રાજસ્થાનમાં ઈમરજન્સી જેવી સ્થિતિ નથી? પાત્રાએ પૂછ્યુ કે શું એસઓજી આ કામમાં છે. આ સાથે પાત્રાએ કહ્યુ કે, ભાજપ આ પ્રકરણના સીબીઆઈ તપાસની માગ કરે છે. શું એસઓફી ફોલો થયું, ફોન ટેપિંગ વગેરે થયું? શું બધા રાજકીય પાર્ટીના બધા લોકો સાથે આવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે? તેને લઈને તત્લાલ સીબીઆઈ તપાસ થાય.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube