નવી દિલ્હી: દેશમાં કોરોનાના આંકડા ઓછા થઈ રહ્યા છે અને હવે દેશમાં મેડિકલ ઓક્સિજનની પણ કોઈ કમી નથી. પરંતુ આ અગાઉ એપ્રિલ-મે મહિનામાં દિલ્હી અને યુપીમાં ઓક્સિજનનું કેટલું મોટું સંકટ ઊભું થયું હતું તે ભૂલી શકાય તેમ નથી. ઓક્સિજન માટે લાંબી લાંબી લાઈનો ઠેર ઠેર જોવા મળી રહી હતી. ઓક્સિજન પર કેન્દ્ર સરકારના એક રિપોર્ટથી મોટો બખેડો ઊભો થયો છે. વિપક્ષ મોદી સરકાર સામે આકરા સવાલ કરી રહ્યો છે. વાત જાણે એમ છે કે કેન્દ્રીય સરકાર તરફથી મંગળવારે એક સવાલના જવાબમાં કહેવામાં આવ્યું કે દેશમાં ઓક્સિજનની કમીથી એક પણ મોત થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંબિત પાત્રાએ આપ્યો આ જવાબ
સંસદમાં ચોમાસુ સત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો.ભારતી પ્રવીણ પવાર (Bharati Pravin Pawar)  દ્વારા ઓક્સિજનની કમીથી કોઈ મોત થયું નથી તેવું લેખિત નિવેદન આપવામાં આવતા રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ચારે બાજુ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ મામલે ભાજપના નેતા સંબિત પાત્રાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મંગળવારે ઓક્સિજનની કમીથી થયેલા મોત પર સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર જે જવાબ અપાયો તેમાં 3 વસ્તુ પર ધ્યાન આપવું જરૂરી છે. 


1. કેન્દ્ર કહે છે કે સ્વાસ્થ્ય રાજ્યોનો વિષય છે.
2. કેન્દ્રનું કહેવું છે કે અમે ફક્ત રાજ્યોએ મોકલાવેલા ડેટાને ભેગો કરીએ છીએ. 
3. અમે એક માર્ગદર્શિકા બહાર પાડી છે જેના આધારે રાજ્ય પોતાના ત્યાં થયેલા મોતના આંકડાનો રિપોર્ટ તૈયાર કરી શકે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube