Aryan Khan Drugs Case: સમીર વાનખેડેએ માંગ્યા 8 કરોડ રૂપિયા! સાક્ષીએ લગાવ્યો મોટો આરોપ
Aryan Khan Drugs Case: ડ્રગ્સ કેસમાં એક સાક્ષીએ મોટા રાઝ પરથી પડદો હટાવતા સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા છે.
મુંબઈઃ આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case) માં હવે મોટો વળાંક આવ્યો છે. એક સાક્ષીએ NCB ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર 8 કરોડ રૂપિયાની માંહ કરવાનો આરોપ લગાવ્યો છે. સાક્ષીએ દાવો કર્યો છે કે આ મામલામાં કરોડો રૂપિયાની લેતીદેતી થઈ છે. આ વ્યક્તિનું નામ પ્રભાકર રાધોજી સૈલ છે અને તે 22 જુલાઈ 2021થી કિરણ ગોસાવીનો બોડીગાર્ડ છે. કિરણ ગોસાવી તે વ્યક્તિ છે તે રેવ પાર્ટીમાં ઝડપાયેલા આર્યન ખાનને લઈને NCB ઓફિસમાં લઈ જતો જોવા મળે છે. પ્રભાકર રાધોજી સૈલ આ મામલામાં પંચનામા પર સહી કરનારામાંથી એક છે.
કેટલા વાગે શું થયું પાર્ટીમાં
પ્રભાકરના નિવેદન અનુસાર, 2 ઓક્ટોબરે જ્યારે NCB એ રેવ પાર્ટી પર રેડ કરી હતી. ત્યારે કિરણ ગોસાવીની સાથે હતો. પ્રભાકરે કહ્યુ- 10.30 કલાકે જ્યારે ગોસાવીએ બોર્ડિંગ એરિયામાં બોલાવ્યો, હું ત્યાં પહોંચ્યો તો મેં એક કેબિનમાં આર્યન ખાન અને મુનમુન ધામેચાને જોયા. ત્યારબાદ રાત્રે 12.30 કલાકે કિરણ ગોસાવી NCB અધિકારીઓ સાથે આર્યન ખાનને સફેદ કલરની ઇનોવા કારમાં NCB ઓફિસ લઈ ગયો. રાત્રે 1 કલાકે કિરણ ગોસાવીએ મને NCB ઓફિસની અંદર આવવાનું કહ્યું. તેણે કહ્યું કે, આ મામલામાં મારે વિટનેસ બનવાનું છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના વિકાસને કોઈ નહીં રોકી શકે, ઘાટીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ગર્જના
બળજબરીથી કરાવી પંચનામા પર સહી
આ નિવેદનમાં પ્રભાકરે રાધોજી સૈલે આગળ કહ્યુ- જ્યારે હું ઉપર ગયો તો સમીર વાનખેડેના કહેવા પર એનસીબીનો એક અધિકારી સાલેકરે 10 બ્લેન્ક પેપર્સ પર મારી સહી લીધી અને મારી પાસે મારા આધાર કાર્ડની વિગત પણ લીધી હતી.
25 કરોડની હતી ડીલ
પ્રભાકર રાધોજી સૈલે વાતને આગળ વધારતા કહ્યુ- તેનાથી થોડા સમય બાદ NCB ઓફિસથી 500 મીટર દૂર કિરણ ગોસાવી, સૈમ ડિસૂઝા નામના વ્યક્તિને મળ્યો. પછી ગોસાવી પોતાની સફેદ કલરની ઇનોવા કારથી નિકળ્યો અને તેની પાછળ-પાછળ સૈમ ડીયૂઝાની કાર આવી. આ બંને કારો લોઅર પરેલના બ્રિજની પાસે રોકાય. જ્યારે અમે જઈ રહ્યા હતા ત્યારે ગોસાવી સતત સૈમ ડિસૂઝા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. ગોસાવીએ કહ્યુ કે, તે 25 કરોડનો બોમ્બ નાખી દીધો છે, હવે તેને 18 કરોડ રૂપિયામાં ફાઇનલ કરો. આપણે 8 કરોડ સમીર વાનખેડેને પણ આપવાના છે.
આ પણ વાંચોઃ PM મોદીનો રાષ્ટ્રને સંદેશ, 'દિવાળી પર ખરીદી મતલબ વોકલ ફોર લોકલ' રસીકરણ અભિયાનના કર્યા વખાણ
પૂજા દદલાની પણ મળી હતી ગોસાવીને!
પ્રભાકર રાધોજી સૈલે આ મામલામાં અન્ય નામ પણ લીધા. નિવેદનમાં તેણે આગળ કહ્યુ- થોડા સમય બાદ એક બ્લૂ કલરની મર્સિડિઝ કાર આવી જેમાંથી પૂજા દદલાની ઉતરી. પૂજા દદલાની, સૈમ ડિસૂઝા અને ગોસાવી મર્સિડીઝ કારમાં બેસીને વાતો કરવા લાગ્યો. તેના 15 મિનિટ બાદ બધા લોકો ચાલ્યા ગયા. ત્યારબાદ હું અને ગોસાવી મંત્રાલયની પાસે પહોંચ્યા. ગોસાવી કોઈ સાથે વાત કરી રહ્યો હતો અને પછી વાશી ચાલ્યો ગયો. વાશી ગયા બાદ ગોસાવી બીજીવાર તાડદેવ જવા માટે કહે છે અને ત્યાંથી 50 લાખ રૂપિયા કલેક્ટ કરવા માટે કહ્યું. ત્યારબાદ ત્યાં 5102 નંબરની એક સફેદ કાર આવી, જેમાં પૈસાથી ભરેલી બે બેગ નિકળી હતી. તેને લઈને હું વાશી ગયો અને ગોસાવીને આપી દીધી.
પ્રભાકરને છે જીવનો ખતરો
આ નિવેદનમાં પ્રભાકરે આગળ કહ્યુ- ત્યારબાદ સાંજે ગોસાવીએ મને વાશી બોલાવ્યો, પૈસાથી ભરેલી બેગ આપી અને તેને સૈમ ડિસૂઝાને આપવાનું કહ્યું, સાંજે 6.15 કલાકે સૈમ ડિસૂઝાએ મને હોટલ ટ્રાઇડેન્ટ બોલાવ્યો જ્યા હું પૈસાથી ભરેલી બેગ લઈને ગયો અને તેને આપી દીધી. કિરણ ગોસાવી હવે ગાયબ છે અને મને ડર લાગી રહ્યો છે કે એનસીબીના લોકો તેમાં સામેલ છે, તે મને મારી ન નાખે કે ગાયબ ન કરી દે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube