મુંબઈઃ Wankhede vs Malik: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડે અનુસૂચિત જાતિથી નથી. તેમણે ખોટી રીતે અનામતનો લાભ લઈને નોકરી મેળવી છે. નવાબ મલિક દ્વારા આ આરોપ બાદ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આજે શનિવારે અનુસૂચિત જાતિ પંચ પહોંચી ગયા અને પોતાના વિરુદ્ધ થઈ રહેલી નિવેદનબાજીની ફરિયાદ કરી હતી. ત્યાં તેમણે અનુસૂચિત જાતિ પંચના ઉપાધ્યક્ષ સાથે મુલાકાત કરી અને અનુસૂચિત જાતિથી હોવાના પૂરાવા રજૂ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુસૂચિત જાતિ પંચના વાઇસ ચેરમેન અરૂણ હલદરે સમીર વાનખેડે સાથે મુલાકાત બાદ કહ્યુ, 'વાનખેડે જીએ બે દિવસ પહેલા ફરિયાદ કરી હતી. તેમને લાગી રહ્યું છે કે સત્યથી કામ કરવાને કારણે જાતિગત આધાર પર તેમના પરિવાર પર હુમલો થઈ રહ્યો છે. મેં પૂછ્યુ કે તમે SC છો કો નહીં? તો તેમણે મને બધા ડોક્ટુમેન્ટ જમા કર્યા છે. મને વાતચીતથી લાગ્યું કે તે મહાર અને એસસીથી સંબંધિત છે. પરંતુ જો કોઈ ફરિયાદ આપશે તો સમીર વિરુદ્ધ તેમની જાતિને લઈને તપાસ કરીશું.'


આ પણ વાંચોઃ શું કોંગ્રેસમાં વાપસી કરશે કેપ્ટન? અટકળો પર અમરિંદર સિંહે આપ્યો સ્પષ્ટ જવાબ  


મહત્વનું છે કે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એનસીબીના ડોઝન ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ એનસીપી નેતા નવાબ મલિક હુમલો કરી રહ્યા છે. મલિક વાનખેડેની કામ કરવાની રીત પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે, તો તેમણે વાનખેડે પર આરોપ લગાવ્યો કે, તે જન્મના સમયે મુસલમાન હતા. 


નવાબ મલિકનો આરોપ છે કે વાનખેડેએ પોતાના દસ્તાવેજોમાં છેડછાડ કરી દલિત કે પછી અનુસૂચિત જાતિના સભ્ય બનીને આઈઆરએસની નોકરી મેળવી છે. પોતાના આરોપોને સાબિત કરવા માટે નવાબ મલિકે સમીર વાનખેડેના નિકાહનો ફોટો પણ શેર કર્યો હતો. સાથે નિકાહનામુ તથા સમીર વાનખેડેના જન્મ પ્રમાણપત્રને પણ શેર કર્યુ હતું. નવાબ મલિકનો આરોપ છે કે સમીર વાનખેડેના પિતા મુસ્લિમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube