Samosa Viral Video: ભારતમાં તમને ડગલે ને પગલે સમોસાની દુકાન જોવા મળશે. સમોસા ખાનારા લોકોની દેશમાં કમી નથી. સમોસા કેવી રીતે બને છે એ પણ મોટાભાગે બધાને ખબર હોય છે પણ લોકોને એ નથી ખબર હોતી કે ટેસ્ટી સમોસા આખરે બહાર તૈયાર કેવી રીતે કરવામાં આવે છે. સમોસા તૈયાર કરવા માટે સૌથી પહેલા તો બટાકાની જરૂર પડે છે. બટાકાને છોલવાની જગ્યાએ ક્યારેક દુકાનદારો એવો શોર્ટકટ વાપરે છે જે જાણીને તમે દંગ રહી જાઓ. સોશિયલ મીડિયા પર છાશવારે એવા એવા વીડિયો વાયરલ થાય છે જેને જોઈને સ્તબ્ધ થઈ જવાય. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક દુકાનમાં કર્મચારી બટાકાને ગંદી ચપ્પલ પહેરીને પગથી મસળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમોસા બનાવવા માટે બટાકા પગથી મસળ્યા
ઈન્ટરનેટ પર જેવો આ વીડિયો સામે આવ્યો કે લોકોના હોશ ઉડી ગયા. સોશિયલ મીડિયા પર લોકો આ જોઈને દંગ રહી ગયા કે સમોસા તૈયાર કરવા માટે દુકાનનો એક કર્મચારી પગનો ઉપયોગ કરી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાનના કારખાનામાં એક વ્યક્તિએ મોટા ટબમાં બટાકા નાખ્યા અને ત્યારબાદ તેને પાણીથી ભરી દીધું. તેણે પોતાના પગમાં ચપ્પલ પહેરી રાખી છે અને પછી ત્યારબાદ તે દીવાલ પર હાથ રાખીને સતત મસળી રહ્યો છે. લોકો આઘાતમાં સરી પડ્યા છે કે થોડીવાર બાદ આ જ બટાકાના સમોસા લોકો હોશે હોશે ખાશે. આ દુકાન પર રોડ 500થી વધુ ગ્રાહકો આવે છે અને સમોસાને મસ્ત મજા લઈને ખાય છે. 


જયા કિશોરીનું સાચું નામ તમે જાણો છો? લગ્ન માટે તેમણે મૂકી છે આ ખાસ શરત


કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રએ પાર્ટી છોડી, BBC ડોક્યુમેન્ટરી વિવાદ કારણ


18 વર્ષની ઉંમર પહેલા કરેલા લગ્ન રદ કરી શકાય નહીં, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Zee News (@zeenews)


વીડિયો જોયા બાદ લોકોને ઉબકા આવ્યા
સમોસાના શોખીન લોકો દુકાન પર જઈને 3-4 સમોસા ખાઈ જાય છે અને પછી સ્વાદના વખાણ કરે છે. જો તેઓ આ વીડિયો જોઈ લેતો તેમના તો રૂવાંડા ઊભા થઈ જાય. આ વીડિયો જોયા બાદ લોકો દંગ રહી ગયા અને પોતાની અનેક પ્રતિક્રિયાઓ આપી. આ વીડિયોને ઝી ન્યૂઝે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ શેર કર્યો છે. એક યૂઝરે લખ્યું કે કોરોના તો બસ એમ જ બદનામ છે,અસલી વાયરસ આ લોકો છે. મોદીજીને વિનંતી છે કે જો દેશ બચાવવા માંગતા હોય તો પહેલા આ વાયરસને રોકો. જાન છે તો જહાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube