Samyak Jain Success Story: જ્યારે તમે કોઈ લક્ષ્ય સિદ્ધ કરવા માટે નક્કી કરી લો ત્યારે કહેવાય છે કે કુદરત પણ ભરપૂર સાથ આપે છે. આવું જ કઈક સમ્યક જૈન સાથે બન્યું. જોવામાં સક્ષમ ન  હોવા છતાં તેમણે દરેક પડકારોનો સામનો કરીને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો. આ પરીક્ષામાં તેમણે સાતમું સ્થાન મેળવ્યું. તેમણે કહ્યું કે સિવિલ સર્વિસ પરીક્ષા એક એવું માધ્યમ છે જેના દ્વારા તમે લોકોની મદદ કરી શકો છો. આ કારણસર તેમણે તેની પસંદગી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમ્યકે શાળાનું શિક્ષણ મુંબઈમાં લીધુ છે જ્યારે ગ્રેજ્યુએશન દિલ્હી યુનિવર્સિટીથી કર્યું. યુપીએસસીની પરીક્ષા માટે સમ્યકે ઈન્ટરનેશનલ રિલેશનશીપ અને રાજનીતિ શાસ્ત્ર જેવા વિષયોની પસંદગી કરી હતી. અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડતા સમ્યકે કહ્યું કે જોઈ ન શકતા હોય તેવી વ્યક્તિઓએ જીવનમાં જરાય નિરાશ થવાની જરૂર નથી. મહેનત કરવાની જરૂર છે. જે વિદ્યાર્થીઓ જોઈ શકતા ન હોય તેમના માટે દરેક પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન પણ હોય છે. ઓનલાઈન માધ્યમો પર તો આ પુસ્તકો વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તેમણે તેમના જેવા વિદ્યાર્થીઓને ઊંચો આત્મવિશ્વાસ રાખવાની શિખામણ પણ આપી. 


યુપીએસસી જેવી અઘરી પરીક્ષા પાસ કરનારા સમ્યક જૈન દિલ્હીના રોહિણીમાં રહે છે અને આ સફળતા મળ્યા બાદ તેમણે કહ્યું કે તેમની સફળતામાં તેમના પરિવારનો મોટો ફાળો છે. સૌથી વધુ શ્રેય તેઓ માતાને આપે છે. તેમણે જણાવ્યું કે યુપીએસસીના નિયમો મુજબ પરીક્ષામાં તેમને જવાબ લખવા માટે એક લેખકની જરૂર હતી અને આ જરૂરિયાત માતા વંદના જૈને પૂરી કરી. એટલે કે સમ્યક પ્રશ્નોના જવાબ બોલતા અને માતા તે જવાબ ફટાફટ આન્સર શીટમાં લખતા. તેમણે યાદો વાગોળતા કહ્યું કે મામા તેમને કોરોનાકાળમાં પરીક્ષા આપવા માટે લઈ જતા હતા. પિતા એર ઈન્ડિયામાં નોકરી કરે છે. 



બાળપણથી નહતો અંધાપો
સમ્યકને અંધાપો શાળાનું શિક્ષણ પૂરું કર્યું ત્યાં સુધી નહતો. તેઓ જોઈ શકતા હતા. પરંતુ 20 વર્ષની ઉંમરમાં તેમની આંખોની રોશની ઓછી થવાની શરૂ થઈ ગઈ. ત્યારબાદ ધીરે ધીરે દેખાતું બંધ થઈ ગયું. આમ છતાં તેમનો જુસ્સો ઓછો ન થયો. તેમણે દિલ્હીની  IIMC માંથી આગળનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ જેએનયુમાંથી ઈન્ટરનેશનલ રિલેશનની ડિગ્રી મેળવી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube