મુંબઈ: બોલીવુડ અભિનેતા સંદીપ નાહર (Sandeep Nahar) ની આત્મહત્યાના સમાચારે ફરીથી એકવાર લોકોને શોક આપ્યો છે. સંદીપે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' અને અક્ષયકુમારની ફિલ્મ 'કેસરી'માં કામ કર્યું હતું. સંદીપ નાહરની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોતા એવું લાગે છે કે તે ખુબ જિંદાદીલ વ્યક્તિ હતો. સંદીપે આત્મહત્યા કરતા પહેલા તેણે ફેસબુક પર લાઈવ કરીને પોતાની કહાની લોકો સાથે શેર કરી હતી અને સ્યૂસાઈડ નોટ પણ લખી. સ્યૂસાઈડ નોટમાં તેણે લખ્યું કે તે પત્ની અને સાસુના કારણે જીવ આપી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો વીડિયો
સંદીપે (Sandeep Nahar) છેલ્લા વીડિયોમાં પત્ની પર સવાલ ઉઠાવ્યા હતા. વીડિયોમાં તે કહેતો જણાય છે કે હું આજે મેન્ટલી થોડો સ્ટેબલ નથી. સ્ટેબલ મારી પત્ની કંચન શર્માના કારણે નથી. દોઢ બે વર્ષથી હું એક ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છું. હું તેને ફેસ પણ કરી રહ્યો છું અને તેને સમજાવીને થાકી ગયો છું. રોજ લડાઈ, 365 દિવસમાં 200 વાર સ્યૂસાઈડ (Suicide) ની વાત કરી, મરી જઈશ...તને ફસાવી દઈશ..તારી કરિયર તબાહ કરી નાખીશ...તારા ખાનદાનને ફસાવી દઈશ...તે મારી ફેમેલીને ગાળો આપે છે, મારી માતાને નફરત કરે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો....


જુઓ VIDEO


10 મિનિટનો ભાવુક વીડિયો FB પર પોસ્ટ કરી સુશાંત સાથે 'MS Dhoni' ફિલ્મમાં કામ કરી ચુકેલા અભિનેતાનો આપઘાત


રિયાની પણ નજીક હતો સંદીપ
સંદીપની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોઈએ તો ખબર પડે કે તે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ નજીક હતો. રિયાના જન્મદિવસ પર તેણે કેટલીક તસવીરો શેર કરી હતી. જ્યારે સુશાંતનું મોત થયું ત્યારે તે ખુબ દુખી થઈ ગયો હતો. તેણે સુશાંત સાથે પોતાનો એક ઈમોશનલ સીન સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube