મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસના નિવેદનનો જવાબ આપ્યો છે. રાઉતે એનસીપી નેતા શરદ પવાર સાથેની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું કે, મેં અને પવાર સાહેબે ફડણવીસની સંપૂર્ણ પત્રકાર પરિષદ સાંભળી છે. જ્યાં સુધી તેમના રાજીનામાની વાત છે ત્યાં સુધી એ તો પરંપરા અનુસાર આપવાનું જ હતું. શિવસેના તરફથી વડાપ્રધાન અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ બાબતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઉતે જણાવ્યું કે, "50-50 ફોર્મ્યુના નક્કી થઈ છે કે નહીં એ હું જાણતો નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરે સાહેબ કહી રહ્યા છે કે નક્કી થયું હતું. નિતિન ગડકરી એ સમયે હાજર ન હતા. જો મુખ્યમંત્રી કહે છે કે ભાજપની સરકાર ફરી આવશે તો અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ તો સરકાર બનાવી શકીએ છીએ અને શિવસેનાનો મુખ્યમંત્રી પણ બની શકે છે."


રાઉતે પત્રકારોને કહ્યું કે, "અમે માત્ર એટલું જ કહેવા માગીએ છીએ કે, મુખ્યમંત્રી સાહેબ જે બોલી રહ્યા હતા કે, 50-50ની વાત નથી થઈ, 2.5 વર્ષની ફોર્મ્યુલા નક્કી થઈ ન હતી. હું જાણું છું ત્યાં સુધી ઉદ્ધવ સાહેબનું કહેવું છે કે, સરકાર સાથે વાતચીત થઈ હતી. આ તેમની કમિટમેન્ટ છે. ગડકરી સાહેબ એ સમયે ન હતા. ચર્ચા થઈ ત્યારે ગડકરી સાહેબ માતોશ્રીમાં હાજર ન હતા."


રાઉતે ફડણવીસના નિવેદન પર વધુમાં કહ્યું કે, "જો મુખ્યમંત્રી એમ કહે છે કે ફરી એક વખત તેમની સરકાર આવશે તો હું તેમને શુભેચ્છા પાઠવું છું. લોકશાહીમાં જેની પાસે બહુમત હોય છે તે સરકાર બનાવે છે. મુખ્યમંત્રી હોય છે તો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. હું પણ મારી પાર્ટી તરફથી કહું છું કે, જો અમે ઈચ્છીએ તો સરકાર બનાવી શકીએ છીએ, શિવસેનાનો મુખ્યમંત્રી બની શકે છે."


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...